સાઉદી અરબથી લગભગ 200 લોકોને લઈને ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી, લોકોએ માન્યો સરકારનો આભાર
બુધવારે જેદ્દાહથી અમદાવાદ માટેની ફ્લાઇટ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી પહોંચી હતી.

By ANI
Published : March 4, 2026 at 7:27 AM IST
|Updated : March 4, 2026 at 7:58 AM IST
અમદાવાદ: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન ચાલી રહેલા લોહિયાળ સંઘર્ષને કારણે મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ વણસી છે. સતત થઈ રહેલા આક્રમક હુમલાઓના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આ વચ્ચે ઘણા ભારતીયો મિડલ ઈસ્ટના દેશોમાં ફસાયા છે.
ત્યારે સાઉદી અરેબિયાના જેદ્દાહથી લગભગ 200 લોકોને લઈને એક ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી, જેમાંથી ઉતરેલા મુસાફરોના ચહેરાઓ ઉપર હેમખેમ વતન પરત ફરવાની ખુશી સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી, મુસાફરોએ ભારત સરકારનો આભાર માન્યો છે.
#WATCH | अहमदाबाद, गुजरात: पिछले कुछ दिनों से US-इज़राइल बनाम ईरान संघर्ष के चलते फ्लाइट में रुकावट के बीच, जेद्दा से अहमदाबाद की फ्लाइट सरदार वल्लभभाई पटेल इंटरनेशनल एयरपोर्ट पर लैंड कर गई है। pic.twitter.com/ss1Uq2gJGd
— ANI_HindiNews (@AHindinews) March 3, 2026
છેલ્લા કેટલાક દિવસોથી અસંખ્ય ફ્લાઇટ ખોરવાઈ રહી છે, તે વચ્ચે જેદ્દાહથી અમદાવાદ માટેની ફ્લાઇટ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી પહોંચી હતી.
#WATCH | अहमदाबाद, गुजरात: एक यात्री ने कहा, " हम वहां 24 दिन रहे, लेकिन जेद्दा में हमें सिर्फ़ दो दिन ही दिक्कत हुई। pm मोदी हमें वापस यहां ले आए, और हम उनके बहुत शुक्रगुजार हैं।" pic.twitter.com/ZVQzEEkGS0
— ANI_HindiNews (@AHindinews) March 3, 2026
આ ફ્લાઈટમાંથી ઉતરેલા એક મહિલા મુસાફરે કહ્યું, "અમે ઉમરાહ કરવા ગયા હતા અને ત્યાં 24 દિવસ રહ્યા, પરંતુ જેદ્દાહમાં અમને ફક્ત બે દિવસ માટે જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. પીએમ મોદી અમને અહીં પાછા લાવ્યા, અને અમે તેમના ખૂબ આભારી છીએ."
VIDEO | Passengers thank the government as flight from Jeddah, Saudi Arabia with around 200 onboard lands at Ahmedabad airport. #Iran #IranWar #IranIsraelWar pic.twitter.com/knfJf2PMdv
— Press Trust of India (@PTI_News) March 3, 2026
મારૂ આખો પરિવાર ઉમરાહ કરવા માટે ગયો હતો, 19 ફેબ્રુઆરીએ તેમને પરત ફરવાનું હતું. દરમિયાન અમને ખબર પડી કે, ત્યાં યુદ્ધ શરૂ થઈ ગયું છે અને ફ્લાઈટો બંધ થઈ છે. અમે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના માધ્યમથી સરકારને સંદેશ પહોંચાડ્યો તેમજ સોશિયલ મીડિયાના મારફતે પણ સરકારને રજૂઆત કરી. સરકારે અમને ખુબજ સહાય કરી છે તેના માટે અમે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કરીએ છીએ.- જાવેદ બાબુ મિર્ઝા, અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પર પુત્રને રિસિવ કરવા માટે આવેલા એક પિતાએ જણાવ્યું હતું કે, 'મારો પુત્ર 9 ફેબ્રુઆરીના રોજ ઉમરાહ માટે ગયો હતો અને 28 ફેબ્રુઆરીએ તેની રિટર્ન આવવાની ટિકિટ હતી, દરમિયાન ઈઝરાયલ, અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થઈ ગયું તેના કારણે તેને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હુ મીડિયાનો આભારી છું જેના માધ્યમથી સરકાર સુધી અમારી વાત પહોંચી અને સરકાર અમને હેમખેમ વતન પરત લાવી' - મોહમ્મદ ઈમરાન શેહરૂદ્દીન મકરાણી
ઉમરાહ કરવા સાઉદી ગયેલી એક બહેનને રિસિવ કરવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવેલા સૈયદ મિયા નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, મારી બહેન ઉમરાહ કરવા માટે ગયા હતાં અને 28 ફેબ્રુઆરીએ તેમની રિટર્ન ફ્લાઈટ હતી પરંતુ યુદ્ધની સ્થિતિમાં તેઓ સમયસર પરત ન ફરી શક્યા પરંતુ સરકારની મદદથી તેઓ હવે પરત ફરી રહ્યા છે. - સૈયદ મિયા, હાથીજણ, અમદાવાદ

