ETV Bharat / state

ગાંધીનગરમાં ચિલોડા-હિંમતનગર હાઇવે પર 8 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, ગંદકીને લઈને 5 હોટલોને નોટિસ

તપાસ દરમિયાન સ્વચ્છતા અને હાઇજીનના નિયમોનું પાલન નહીં થતું હોવાનું જણાતા 5 હોટલ-રેસ્ટોરન્ટને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે.

ગાંધીનગરમાં ચિલોડા-હિંમતનગર હાઇવે પર 8 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ
ગાંધીનગરમાં ચિલોડા-હિંમતનગર હાઇવે પર 8 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 22, 2026 at 4:17 PM IST

1 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હોટલ-રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ખાદ્યચીજોની ગુણવત્તા ચકાસવા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તા. 21 ઓગસ્ટે લવારપુર તેમજ ચિલોડા-હિંમતનગર હાઇવે પર આવેલી કુલ 8 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સ્વચ્છતા અને હાઇજીનના નિયમોનું પાલન નહીં થતું હોવાનું જણાતા 5 હોટલ-રેસ્ટોરન્ટને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં ગુજરાત ઢાબા, જય ભવાની કાઠિયાવાડી ઢાબા, હોટલ બ્લ્યુ રોક, સ્વસ્તિક હોટલ અને શ્રી અભિનંદન ફાસ્ટફૂડનો સમાવેશ થાય છે. નોટિસ બાદ પણ જરૂરી સુધારા નહીં કરવામાં આવે તો વધુ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

ગાંધીનગરમાં ચિલોડા-હિંમતનગર હાઇવે પર 8 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ
ગાંધીનગરમાં ચિલોડા-હિંમતનગર હાઇવે પર 8 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ (ETV Bharat Gujarat)

આ ઉપરાંત પુરોહિત દાલબાટી, ઇન્ફીનીટી ફુડ કોર્ટ અને ઝીબ્રાતા ફુડ કોર્નરની પણ તપાસ કરવામાં આવી હતી. પુરોહિત દાલબાટીમાંથી દાળ અને સેવ-ટામેટાના શાકના તેમજ ગુજરાત ઢાબામાંથી રીંગણના ભડથાં અને પુલાવના નમૂના લેવામાં આવ્યા છે. તેના પૃથ્થકરણ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ગાંધીનગરમાં ચિલોડા-હિંમતનગર હાઇવે પર 8 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ
ગાંધીનગરમાં ચિલોડા-હિંમતનગર હાઇવે પર 8 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ (ETV Bharat Gujarat)

તપાસ દરમિયાન ગુજરાત ઢાબામાંથી 10 કિલો, જય ભવાની કાઠિયાવાડી ઢાબામાંથી આશરે 5 કિલો ચટણી-ભાજી અને સ્વસ્તિક હોટલમાંથી આશરે 8 કિલો સીઝનીંગ મસાલા, પેરી-પેરી પાવડર અને બ્લેક પેપર પાવડર સહિત કુલ 23 કિલો અને આશરે રૂ. 4,300નો બિનઆરોગ્યપ્રદ જથ્થો નાશ કરાવવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં ચિલોડા-હિંમતનગર હાઇવે પર 8 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ
ગાંધીનગરમાં ચિલોડા-હિંમતનગર હાઇવે પર 8 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ (ETV Bharat Gujarat)

ફૂડ વિભાગે તમામ હોટલ-રેસ્ટોરન્ટ અને લારીઓના સંચાલકોને ખોરાક બનાવતી તથા પીરસતી વખતે કેપ, એપ્રોન અને ગ્લવ્ઝ પહેરવા, ખાદ્યચીજોમાં બિનજરૂરી કલરનો ઉપયોગ ન કરવા તેમજ ન્યૂઝપેપરનો ઉપયોગ ન કરવા કડક સૂચના આપી છે. નિયમોનો ભંગ કરનાર સામે લાઇસન્સ કે રજીસ્ટ્રેશન સસ્પેન્ડ અથવા રદ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. ક્યાંક ઉંદરે કોતરેલા પાંઉના પેકેટ મળ્યા, તો ક્યાંક ગંદકી, ગાંધીનગરમાં ફુડ શેફ્ટીની ટીમે જાણો શું કરી કાર્યવાહી ?
  2. સુરત: પાલોદમાં 1.16 કરોડના કેમિકલ ચોરી રેકેટનો પર્દાફાશ, ત્રણ ડ્રાઇવર ઝડપાયા; મુખ્ય સૂત્રધાર વોન્ટેડ