ETV Bharat / state

વલસાડના કુંભઘાટ પર ટ્રકની ટક્કરથી ઈકો પડીકું વળી ગઈ, કારમાં સવાર 7નાં મોત, યુવતીનું માથું ધડથી અલગ થઈ ગયું

કુંભઘાટમાં ઘાટ ઉતરી રહેલી એક ટ્રકની બ્રેક ફેલ થઈ જતા આગળ ચાલી રહેલા ટ્રેક્ટર અને ત્યારબાદ એક ઈકો કારને અડફેટમાં લીધી હતી.

વલસાડમાં અકસ્માત
વલસાડમાં અકસ્માત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 20, 2026 at 5:52 PM IST

|

Updated : February 21, 2026 at 3:35 PM IST

2 Min Read
Choose ETV Bharat

વલસાડ: કપરાડાના કુંભઘાટમાં ઘાટ ઉતરી રહેલી એક ટ્રકની બ્રેક ફેલ થઈ જતા આગળ ચાલી રહેલા ટ્રેક્ટર અને ત્યારબાદ એક ઈકો કારને અડફેટમાં લેતા ઇકો કારમાં સવાર પાંચ જેટલા લોકોના સ્થળ ઉપર જ મોતની નિપજ્યા હતા. જ્યારે અન્ય બેના સારવાર માટે લઈ જતા મોત થયા છે. આમ એકસાથે 7 લોકોના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાય છે.

નાસિક તરફથી આવતી ટ્રકની બ્રેક ફેલ થઈ
નાસિક તરફથી સુરત તરફ જઈ રહેલી ટ્રકની બ્રેક ફેલ થઈ જતા ઘાટ ઉતરતી વખતે ચાલકે કાબુ ગુમાવતા ટ્રકની આગળ ચાલી રહેલા એક ટ્રેક્ટરને પહેલા અડફેટે લીધું હતું અને પછી આગળ ચાલી રહેલી એક ઇકો કારને ટક્કર મારી હતી. ઈકો કારમાં સવાર કપરાડા તાલુકાના આંબા જંગલ ગામના સાતથી વધુ લોકો ઘરઘંટી લેવા માટે નાનાપોન્ડા ખાતે જઈ રહ્યા હતા. ટ્રકની ટક્કર વાગતા જ કાર પડીકું વળી ગઈ હતી. જેમાં ઇકો કારમાં સવાર 5 લોકોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે અન્ય બેના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા.

વલસાડમાં અકસ્માત (ETV Bharat Gujarat)

ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા
અચાનક હાઇવે પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા અને બે જેટલા ઇજા ગ્રસ્તોને વાહનમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે 108 બોલાવી ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં છ જેટલા લોકોની ઓળખ થઈ જવા પામી હતી જ્યારે એક યુવતીનું માથું ધડથી અલગ થઈ ગયું હતું, આથી તેની ઓળખ કરવી પોલીસ માટે પણ મુશ્કેલ બની હતી. જો કે પાછળથી આયુથી પીપરોટી ગામની વતની હોવાની જાણકારી મળી હતી. પરંતુ તેમ છતાં પણ હજુ પોલીસ દ્વારા ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણકારી મળતાની સાથે જ કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અપહ્યત પરિવારને સાંત્વના આપના માટે પીએમ રૂમ ખાતે પહોંચ્યા હતા.

મૃત્યુ પામનારાની યાદી

1. ગણેશભાઈ લાછીયાભાઈ મિસાળ

2. નરેશભાઈ કિશનભાઇ પવાર

3. વિનોદ આનાજી રાઉત

4. રમીલા શિવરામ માંગી

5 શિવરામ લાહનું માંગી

6. ક્રિષ્ના મહાધુ ગાંગોડા

7.એક યુવતી જેની ઓળખ થઇ નથી

કપરાડાના કુંભ ઘાટના કાસ્ટોનિયા નજીક અગાઉ પણ ભૂતકાળમાં અનેક ઘટનાઓ બની ચૂકી છે. અહીં ઘાટ ઉતરતી વખતે અનેક ભારે વાહનોના સ્ટેરીંગ ફેલ થઈ જવા, બ્રેક ફેલ થઈ જવી કે ગાડી વધુ પડતી ઓવરલોડ હોવાને કારણે એક તરફ ખેંચાઈ જવાને લઈને ગાડી પલટી જવાની ઘટનાઓ તેમજ અકસ્માત થવાની ઘટનાઓ બની ચૂકી છે.

આ પણ વાંચો:

  1. વલસાડ: પારડીમાં ત્રણ દિવસીય ગાંધીમેળાનો પ્રારંભ, ગ્રામ્ય સ્વરાજ અને આત્મનિર્ભરતાના સંદેશ સાથે અનોખું આયોજન
  2. પાકિસ્તાનની જેલમાં ગુજરાતના 128 માછીમારો બંધ, બે વર્ષમાં 3નાં મોત થયા; સરકારે આપ્યો જવાબ
Last Updated : February 21, 2026 at 3:35 PM IST