ETV Bharat / state

સુરતમાં ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવાર ભરઊંઘમાં હતો અને સગીરાએ જીવન ટૂંકાવ્યું

ડિંડોલી વિસ્તારમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી એક 17 વર્ષીય તરુણીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.

સુરતમાં વિદ્યાર્થિનીનો આપઘાત
સુરતમાં વિદ્યાર્થિનીનો આપઘાત (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 2, 2026 at 8:53 PM IST

1 Min Read
Choose ETV Bharat

સુરત: હીરાનગરી સુરતમાં વિદ્યાર્થીઓના આપઘાતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ડિંડોલી વિસ્તારમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી એક 17 વર્ષીય તરુણીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. જ્યારે પરિવાર ઘોર નિદ્રામાં હતો, ત્યારે દીકરીએ ભરેલા આ અંતિમ પગલાએ અનેક સવાલો ઊભા કર્યા છે.

શું પરીક્ષાનું દબાણ કારણભૂત?
મળતી માહિતી મુજબ, આશાસ્પદ વિદ્યાર્થીની ધોરણ-12 સાયન્સ જેવા મહત્વના શૈક્ષણિક પડાવ પર હતી. જ્યારે ઘરના સભ્યો સૂતા હતા, ત્યારે તેણે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ડિંડોલી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપઘાત પાછળના કારણો શોધવા તપાસ તેજ કરી છે.

સરકાર હરકતમાં: હવે દરેક 100 વિદ્યાર્થીએ એક કાઉન્સેલર અનિવાર્ય

રાજ્યમાં વધી રહેલા આત્મહત્યાના કિસ્સાઓને રોકવા માટે શિક્ષણ વિભાગે હવે 'એક્શન મોડ'માં આવી કડક ગાઈડલાઈન જાહેર કરી છે:

મેન્ટલ હેલ્થ પોલિસી: હવે દરેક સ્કૂલ, કોલેજ અને કોચિંગ ક્લાસિસ માટે માનસિક સ્વાસ્થ્ય પોલિસી બનાવવી ફરજિયાત છે.

કાઉન્સેલરની નિમણૂક: નવી ગાઈડલાઈન મુજબ, પ્રત્યેક 100 વિદ્યાર્થી દીઠ એક પ્રોફેશનલ કાઉન્સેલર રાખવો પડશે.

રેફરલ સિસ્ટમ: નાની સંસ્થાઓએ બહારના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે જોડાણ કરવું પડશે જેથી જરૂર પડે ત્યારે વિદ્યાર્થીને તુરંત મદદ મળી રહે.

ગોપનીયતા: પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ પર વધતા માનસિક ભારને હળવો કરવા 'ગુપ્ત' કાઉન્સેલિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે.

મૃતક વિદ્યાર્થિનીના પિતાએ આ અંગે જણાવ્યું હતું કે, સવારે ઉઠ્યા ત્યારે બધુ નોર્મલ હતું. જે પણ સમસ્યા હોય તે બાળકોએ માતા-પિતાને જણાવવી જોઈએ, મારા જ નહીં કોઈપણ બાળક હોય, કે અમને આ સમસ્યા છે ત્યારે જ માતા-પિતા તેનો ઉકેલ શોધી શકે છે. તેણે કંઈ જણાવ્યું જ નથી. તે 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી તે કહેતી હતી કે મારે ડોક્ટર બનવું છે. ઘટના ક્યારે ઘટી તે ખબર નથી પણ અમે સવારે 5.30 વાગ્યે જોયું.

આ પણ વાંચો:

  1. સુરત: માંડવી ધર્માતરણ કેસમાં વધુ એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી, કોર્ટે મંજૂર કર્યા પાંચ દિવસના રિમાન્ડ
  2. બગદાણા વિવાદ મામલે સાંસદ નિમુબેન શું બોલ્યા? પીડિત યુવક નવનીત બાલધિયાને લઈ કોંગ્રેસે કરી મોટી વાત