ETV Bharat / state

જુનાગઢ: ખેતરમાં રમતા બાળકનું સિંહણના હુમલામાં મોત, સિંહણને પકડવા જતા વન વિભાગના કર્મચારીને ઈજા પહોંચી

સવારે ખેત મજૂર પરિવાર ખેતરમાં હતો ત્યારે અચાનક સિંહણે બાળક પર હુમલો કરતા તેને ગંભીર હાલતમાં વિસાવદર રેફરલ હોસ્પિટલે ખસેડાયો હતો.

સિંહણની ફાઈલ તસવીર
સિંહણની ફાઈલ તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 4, 2026 at 7:34 PM IST

|

Updated : January 4, 2026 at 8:43 PM IST

2 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં આજે સવારે સિંહણે કરેલા ઘાતક હુમલામાં પરપ્રાંતીય મજૂરના બાળકનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી ફરી વળી છે. સવારે ખેત મજૂર પરિવાર ખેતરમાં હતો ત્યારે અચાનક સિંહણે બાળક પર હુમલો કરતા તેને ગંભીર હાલતમાં વિસાવદર રેફરલ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સિંહણના હુમલા બાદ વન વિભાગે સિંહણને પકડવા કામગીરી શરૂ કરે છે.

સિંહણના હુમલામાં ખેત મજૂરના બાળકનું મોત
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામમાં આજે વહેલી સવારે સિંહણે અચાનક ખૂબ જ ઉશ્કેરાઈને પરપ્રાંતિય ખેત મજૂરના પાંચેક વર્ષના બાળક પર ખૂબજ ક્રુરતા પૂર્વક હુમલો કરતા બાળકને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. સિંહણ બાળક પર હુમલો કરીને તેને મરણતોલ ઈજા પહોંચાડી ખેતરમાંથી પરત ફરી હતી. ગંભીર હાલતમાં પાંચ વર્ષના નાના બાળકને વિસાવદરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કરતા ખેત મજૂર પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. સિંહણે કરેલા અચાનક હુમલાને કારણે બાળકનું મોત થતાં વન વિભાગના કર્મચારી અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સિંહણને પકડવાની કામગીરી શરૂ કરી છે.

આજે રાત્રે સિંહણ પકડાય તેવી શક્યતા
અચાનક સિંહના હુમલામાં પાંચેક વર્ષના પરપ્રાંતિય ખેત મજૂર બાળકનું મોત થતા વન વિભાગની ટીમોએ સિંહણને પાંજરે પુરવા માટેની કવાયત શરૂ કરી છે. સાસણ અને વિસાવદર વિસ્તારના વન વિભાગના કર્મચારીઓ કે જે અન્ય જીવોને પાંજરે પુરવા માટે ખૂબ જ કુશળ માનવામાં આવે છે. આ કર્મચારીઓની મદદથી આજે સિંહણને પકડવા માટે વિશેષ ઓપરેશન પણ શરૂ થશે. સંભવત રાત્રીના સમય દરમિયાન હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઇ તેવી પૂરી શક્યતા છે. પાંજરે પુરાયા બાદ સિંહણને સાસણ અથવા તો વિસાવદર રાખવામાં આવશે અને તેની તબીબી પરીક્ષણ કર્યા બાદ સિંહણ સામાન્ય સ્થિતિમાં હશે તો તેને ફરીથી જે તે વિસ્તારમાં પકડવામાં આવી છે ત્યાં તેને મુક્ત કરવામાં આવશે. પરંતુ જો સિંહણમાં કોઈ અસામાન્ય ઘટનાઓ સામે આવે તો તેને એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવતી હોય છે.

સિંહણને પકડતા વન વિભાગનો કર્મચારી ઈજાગ્રસ્ત
નાની મોણપરીમાં બાળક પર હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરતી વખતે સાસણ અને વિસાવદરના વન વિભાગની ટીમના એક કર્મચારીને ઈજાઓ પહોંચી છે. વન કર્મચારીને ઈજા પહોંચતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

  1. દિયોદરમાં ઠાકોર સમાજનું મહાસંમેલન: 16 મુદ્દામાં સમાજનું નવું બંધારણ જાહેર, સદારામ ધામ બનાવવા વહ્યો દાનનો ધોધ
  2. કચ્છના મુંદ્રામાં 4 હજારની ચોરી કરતાં સિક્યોરિટી ગાર્ડને ધોકા વડે માર મારીને કરી ઘાતકી હત્યા
Last Updated : January 4, 2026 at 8:43 PM IST