ETV Bharat / state

સમગ્ર ગુજરાતમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય ગણાશે, કાયદા વિભાગે જાહેર કર્યું નવું ફોર્મેટ

આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે.

સમગ્ર ગુજરાતમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય ગણાશે
સમગ્ર ગુજરાતમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય ગણાશે (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 1, 2026 at 7:51 PM IST

1 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: રાજ્યમાં નાગરિક સેવાઓનું વધુ સરળ અને પારદર્શન બનાવવાના અભિગમ સાથે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કાયદા વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક જ 'યુનિવર્સલ એફિડેવિટ' માન્ય ગણાશે. આ માટે કાયદા વિભાગ દ્વારા એફિડેવિટનું નવું ફોર્મેટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ વ્યક્તિએ એફિડેવિટ કરાવવાનું રહેશે.

આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જન સેવા કેન્દ્રો ખાતે પણ આ એફિડેવિટનો સમાન રીતે અમલ શરૂ થશે, જેથી ઓનલાઇન અરજી કરનારાઓને મોટી સુવિધા મળશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જે સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટ કરવાની કોઈ જરૂરિયાત નક્કી થયેલી નથી, તેવી સેવાઓમાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ એફિડેવિટના સ્થાને માત્ર 'સ્વઘોષણા'ની સરળ પ્રક્રિયા પૂર્વનિર્ધારિત રીતે જ ચાલુ રહેશે. ત્યાં સોગંદનામું ફરજિયાત કરવામાં આવ્યું નથી.

યુનિવર્સલ એફિડેવિટનું ફોર્મેટ
યુનિવર્સલ એફિડેવિટનું ફોર્મેટ (Gujarat Information)
યુનિવર્સલ એફિડેવિટનું ફોર્મેટ
યુનિવર્સલ એફિડેવિટનું ફોર્મેટ (Gujarat Information)
યુનિવર્સલ એફિડેવિટનું ફોર્મેટ
યુનિવર્સલ એફિડેવિટનું ફોર્મેટ (Gujarat Information)

કાયદા વિભાગ દ્વારા જારી કરાયેલા આ સત્તાવાર ફોર્મેટને નાગરિકોની સરળતા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

  1. સુરેન્દ્રનગરમાં પાણીની સમસ્યાનો આવ્યો અંત, ધોળીધજા ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું
  2. ગીરમાં સિંહોના મોત બાદ વનવિભાગ એલર્ટ: 500થી વધુ સિંહોનું વેક્સિનેશન, ડી-ટિકિંગ અને ડી-વોર્મિંગ શરૂ