જનસેવામાં નવા 500 ‘જનરક્ષક’ વાહનોનો ઉમેરો, 112 ઈમરજન્સી સેવા હવે વધુ ઝડપી બનશે, ગૃહમંત્રી સંઘવી કરશે લોકાર્પણ
આજે 25 ઓગસ્ટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા સચિવાલય ખાતેથી 500 જનરક્ષક વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવશે.

Published : August 25, 2026 at 9:02 AM IST
ગાંધીનગર: ગુજરાત પોલીસના કાફલામાં હવે વધુ 500 અત્યાધુનિક ‘જનરક્ષક’ PCR વાહનો જોડાશે. AC કેબિન, GPS ટ્રેકિંગ, Mobile Data Terminal, બોડી-વોર્ન કેમેરા, ડેશ કેમેરા, સર્ચ લાઇટ, ફર્સ્ટ-એઇડ કીટ અને પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ જેવી સુવિધાઓથી સજ્જ આ વાહનો 24કલાક ઈમરજન્સી સેવા માટે કાર્યરત રહેશે. આજે 25 ઓગસ્ટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા સચિવાલય ખાતેથી 500 જનરક્ષક વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવશે.
નવા 500 વાહનો કાર્યરત થયા બાદ રાજ્યમાં કુલ 1,000 જનરક્ષક વાહનો 24 કલાક ઈમરજન્સી રિસ્પોન્સ માટે ઉપલબ્ધ રહેશે. ઘટના સ્થળથી સૌથી નજીક ઉપલબ્ધ જનરક્ષક વાહનને તાત્કાલિક રવાના કરવામાં આવશે, જેથી રાજ્યની સરહદો અથવા પોલીસ સ્ટેશનની હદ હવે ઝડપી મદદમાં બાધારૂપ નહીં બને.

જનરક્ષક પ્રોજેક્ટના અમલીકરણના માત્ર 11 મહિનામાં 11.04 લાખથી વધુ ઈમરજન્સીમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે, જ્યારે 6.74 લાખથી વધુ પોલીસ ઈમરજન્સી બનાવોમાં તાત્કાલિક સેવા અપાઈ છે.
150 બેઠકો ધરાવતા આધુનિક કોલ સેન્ટર, CAD સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 27 મિનિટથી ઘટીને 10મિનિટ 49 સેકન્ડ થયો છે. નવા વાહનો અને ટેક્નોલોજીથી તેને વધુ ઘટાડવાનો લક્ષ્યાંક છે.
૧૧૨ 'જનરક્ષક' : ટેક્નોલોજીથી સજ્જ, નાગરિક સુરક્ષા માટે પ્રતિબદ્ધ ગુજરાતની આધુનિક ઇમરજન્સી સેવા..
— Harsh Sanghavi (@sanghaviharsh) August 24, 2026
આવતીકાલે 500 નવા જનરક્ષક વાહનોનું લોકાર્પણ કરવામાં આવશે.
◾ માત્ર 11 માસમાં 49.24 લાખથી વધુ ઇમરજન્સી કોલ્સનો સફળ પ્રતિસાદ
◾ 3.93 લાખથી વધુ કેસોમાં ઘટના સ્થળે જ તાત્કાલિક કાર્યવાહી… pic.twitter.com/SsZiZK8u5G
એક જ પ્લેટફોર્મ પર વિવિધ ઈમરજન્સી સેવાઓ
ડાયલ 112 હેઠળ પોલીસ 100, એમ્બ્યુલન્સ 108, ફાયર 101, મહિલા હેલ્પલાઇન 181, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, ડિઝાસ્ટર હેલ્પલાઇન 1070 સહિત ટ્રાફિક હેલ્પલાઇન જેવી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર સંકલિત કરવામાં આવી છે. ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી એપ્સમાં પણ 112 પેનિક બટન ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો

