અમદાવાદના જગન્નાથ મંદિરમાં ધૂળેટીની ભવ્ય ઉજવણી, ઉડી અબીલ-ગુલાલની છોડો
સમગ્ર રાજ્યમાં હોળી-ધૂળેટીના પર્વની ધૂમ જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મંદિરે પણ ધામધૂમથી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Published : March 3, 2026 at 1:31 PM IST
અમદાવાદ: વિવિધ મંદિરોમાં રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે પણ ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગુલાહ, સેવંતી, ગલગોટા સહિતના ફૂલો તેમજ રંગોથી રંગોના પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હોળી રમવા જગન્નાથ મંદિરે ઉમટી પડ્યા હતાં, અને હોળીની ઉજવણી કરી.
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, આજે ભગવાન જગન્નાથ મંદિર ખાતે ફૂલો દ્વારા હોળી મનાવવામાં આવી અને ફુલ ઉત્સવ મનાવવામાં આવ્યો. અનેક ભક્તો અને સંતોની હાજરીમાં હોળીના પર્વની ઉજવણી કરવામાં આવતી. હજારો ફૂલો દ્વારા રંગચંગે મંદિર પરિસરમાં ફુલ ઉત્સવ મનાવવામાં આવ્યો.

જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ભાઈ ઝાએ જણાવ્યું હતું કે, હોળી ઉત્સવ આપણી સંસ્કૃતિનો બહુજ મોટો ઉત્સવ છે. બુરાઈ પર અચ્છાઈની જીતના ઉમંગમાં આ હોળી મનાવવામાં આવે છે, આજે જગન્નાથ મંદિર ખાતે હોળીનો પર્વ મનાવવામાં આવ્યો. રંગબેરંગી રંગી ફૂલોના ઉપયોગ કરવામાં આવ્યો.

આ પ્રસંગે બીજલ રાવલ નામના એક હરિભક્તે જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિરમાં દરેક ઉત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે. ત્યારે આજે હોળીના ઉત્સવ પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભગવાન જગન્નાથજીને રંગો અને ફૂલોથી રંગવામાં આવ્યા.
દર્શનાર્થી નિરંજન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, હું જગન્નાથ મંદિરમાં હોળી ઉત્સવ કરવા માટે આવી છું, બહુ સરસ માહોલ જોવા મળ્યો અને આ પર્વ સનાતન ધર્મ માટે બહુ જ મોટો છે.

