ETV Bharat / state

'લવ જેહાદ'ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, રજિસ્ટ્રારના વિરોધમાં નારા લગાવ્યા

યુવતી એડ્વોકેટના પોશાકમાં હાજર થતા વકીલોએ પણ વિરોધ નોંધાવ્યો

યુવતી એડ્વોકેટના પોશાકમાં હાજર થતા વકીલોએ પણ વિરોધ નોંધાવ્યો
યુવતી એડ્વોકેટના પોશાકમાં હાજર થતા વકીલોએ પણ વિરોધ નોંધાવ્યો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 3, 2026 at 4:59 PM IST

|

Updated : March 3, 2026 at 6:28 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: ઘીકાંટા વિસ્તારમાં આવેલી જિલ્લા સબ-રજિસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી અધિકારીની કચેરી બહાર મોટા પ્રમાણ લોકોએ એકઠાં થઈને લવ-જેહાદના એક કેસનો ભારે વિરોધ કર્યો. મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી પ્રેમલગ્ન કરવા માટે પહોંચતા જ હિન્દુ સંગઠનોએ ત્યાં પહોંચીને ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો. વિરોધ કરનારા લોકોમાં વકીલો, યુવતીના રિલેટિવ, સામાજિક સંસ્થાઓ તથા કેટલાક હિન્દુ સંગઠન શામેલ છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે, મુસ્લિમ યુવક યુવતીને તેના ઘરેથી તેને ભગાડીને લઈ ગયો હતો, યુવતી તેની મરજીથી તેની સાથે નહોતી ગઈ અને તેની યુવતીને તેના પરિવારને પરત સોંપી દેવામાં આવે. સાથે જ આ લોકોનો આરોપ છે કે, અહીંના મેરેજ રજિસ્ટ્રાર એમ એમ સૈયદ પોતે મુસ્લિમ હોઈ આવા કિસ્સાઓમાં પક્ષપાતી રહે છે.

બીજી તરફ યુવતીના પહેરવેશને લીધે વકીલો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો. પોલીસ પ્રોટેક્શન સાથે યુવતી વકીલના કપડાં પહેરી કચેરીમાં હાજર થઈ હતી. વકીલોના કહેવા અનુસાર, આ કાયદાનું ઉલ્લંઘન છે અને આની સાથે સંલગ્ન લોકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. વિરોધ કરનાર ટોળાંએ કચેરીની બહાર રજિસ્ટ્રાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરણાં પર બેસીને રોષ વ્યક્ત કર્યો હતો.

યુવતીના કાકા અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુસ્લિમ છોકરો યુવતીને ચાર મહિના પહેલા ઘરેથી આજથી ચાર મહિના પહેલા એ છોકરીને ભગાડી ગયો હતો. યુવતીને મમ્મી જ છે, પપ્પા હયાત નથી. યુવક મૂળ કઠવાડાનો છે અને હાલ પેથાપુર રહે છે.

વિરોધ કરનાર લોકો દાવો કરી રહ્યા છે કે, છોકરીને ભોળવીને યુવક તેને ભગાડી લાવ્યો છે અને માટે જ તેને તેના પરિવારને પરત સોંપી યુવક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. એડવોકેટ સુધાબેને આક્ષેપ મૂક્યો કે, છોકરીને વકીલના કપડાં પહેરાવીને કોર્ટમાં લાવવામાં આવી હતી જે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ છે અને રજિસ્ટ્રાર મુસ્લિમ છે અને તે પણ લવ જેહાદના કેસોને સપોર્ટ કરી રહ્યા છે.

ક્રિમિનલ કોર્ટ, બાર એસોસિએશનના પ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈએ યુવતીને વકીલના ડ્રેસમાં રજિસ્ટ્રાર ઑફિસમાં લાવવા અંગે વિરોધ નોંધાવતા કહ્યું કે, આ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ છે, વકીલ સિવાય અન્ય કોઈ કોર્ટમાં આ પ્રકારના ડ્રેસમાં ન આવી શકે, અમે રજિસ્ટ્રાર સામે આ વિરુદ્ધ ફરિયાદ કરીશું.

જો કે, આ સમગ્ર મામલે યુવતી કે તેની માતા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. યુવતીના સંબંધીઓ અને વિરોધ કરી રહેલા સંગઠનોનો આરોપ છે કે, યુવક ચાર મહિના પહેલા ભગાડી ગયો હતો પરંતુ યુવતીના પરિવાર તરફથી તેના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હોવાનું જણાવવામાં આવ્યું નથી. આ ઉપરાંત નોંધનીય એ પણ છે કે, વિરોધ કરનારાઓનો આક્ષેપ છે કે, યુવક યુવતીને ભગાડી ગયો હતો પરંતુ યુવતી રજિસ્ટ્રાર ઑફિસમાં પોતે જ પોલીસ પ્રોટેક્શન સાથે લગ્ન માટે આવી હતી. આ ઉપરાંત રજિસ્ટ્રાર પર 'લવ-જેહાદ' બાબતે લગાવવામાં આવેલા આરોપોના પણ વિરોધીઓ વતી કોઈ પુરાવા રજૂ કરાયા નથી અને આ મુદ્દે રજિસ્ટ્રાર તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

આ પણ વાંચો:

Last Updated : March 3, 2026 at 6:28 PM IST