ETV Bharat / state

ચૈતર વસાવાને હાઇકોર્ટે આપ્યો વધુ એક ઝટકો, પેરોલ અરજી પરત ખેંચાઇ

આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાનું સત્ર મળવાનું હોવાથી જરી આપવા માટે ચૈતર વસાવા તરફથી પેરોલ માટે અરજી કરવામાં આવી હતી.

ચૈતર વસાવાને હાઇકોર્ટે આપ્યો વધુ એક ઝટકો
ચૈતર વસાવાને હાઇકોર્ટે આપ્યો વધુ એક ઝટકો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 1, 2026 at 5:58 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટમાંથી વધુ એક ઝટકો લાગ્યો છે. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાનું સત્ર મળવાનું હોવાથી તેમાં હાજરી આપવા માટે ચૈતર વસાવા તરફથી પેરોલ માટે અરજી કરવામાં આવી હતી. જોકે, આ અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અરજીની ટકાઉપાત્રતા અંગે સવાલ ઉઠાવતા મામલો રસપ્રદ બન્યો હતો.

ચૈતર વસાવા તરફથી કરવામાં આવેલી પેરોલ અરજી અંગે હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે પેન્ડિંગ અપીલ દરમિયાન આ પ્રકારની અરજી કેવી રીતે ટકી શકે? કોર્ટના સવાલ બાદ અરજદાર તરફથી અરજી પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે હાલ આ અરજી પર હાઈકોર્ટ દ્વારા કોઈ અંતિમ રાહત આપવામાં આવી નથી.

મહત્વનું છે કે ચૈતર વસાવા હાલ જેલમાં છે અને તેમની સજા સામેની અપીલ પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં પેરોલ માટે કરવામાં આવેલી અરજીની કાયદાકીય માન્યતા અંગે હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટના પ્રશ્ન બાદ ચૈતર વસાવા તરફથી પેરોલ અરજી પરત ખેંચી લેવામાં આવી છે.

આ સમગ્ર મામલે અરજદારના વકીલ પુનીત જુનેજાએ રજૂઆત કરી હતી કે આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાનું સત્ર મળવાનું છે અને ચૈતર વસાવા ધારાસભ્ય તરીકે વિધાનસભાની કામગીરીમાં હાજરી આપી શકે તે હેતુથી પેરોલની માંગ કરવામાં આવી હતી. જોકે, કોર્ટ દ્વારા અરજીની ટકાઉપાત્રતા અંગે સવાલ કરવામાં આવ્યા બાદ હાલ પૂરતી અરજી પરત ખેંચવામાં આવી છે.

હવે ચૈતર વસાવા તરફથી જેલ સત્તાધિકારીઓ સમક્ષ અથવા કાયદાકીય જોગવાઈ મુજબ ગુજરાત હાઈકોર્ટમાં નવેસરથી અરજી કરવામાં આવી શકે છે. એટલે હાલની અરજી પરત ખેંચાઈ હોવા છતાં વિધાનસભાના આગામી સત્રમાં હાજરી માટે કાયદાકીય વિકલ્પો ખુલ્લા રહી શકે છે.

આ મામલે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ચૈતર વસાવા તરફથી કરવામાં આવેલી અરજીનો મુખ્ય હેતુ આગામી વિધાનસભા સત્રમાં હાજરી આપવાનો હતો. પરંતુ પેન્ડિંગ અપીલ દરમિયાન પેરોલ અરજી કયા માધ્યમથી અને કઈ કાયદાકીય જોગવાઈ હેઠળ કરી શકાય તે મુદ્દે હાઈકોર્ટના સવાલને પગલે અરજી પરત ખેંચવાની ફરજ પડી છે.

અરજદારના વકીલ પુનીત જુનેજાએ જણાવ્યું હતું કે, કોર્ટ સમક્ષ રજૂઆત દરમિયાન પેરોલ અરજીની ટકાઉપાત્રતા અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાલની અરજી પરત ખેંચવામાં આવી છે. હવે કાયદાકીય રીતે યોગ્ય પ્રક્રિયા અનુસરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ રીતે ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં હાજરી આપવા માટે પેરોલ મેળવવાની ચૈતર વસાવાની હાલની અરજીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. જોકે, અરજી પરત ખેંચાઈ હોવાથી હવે જેલ સત્તાધિકારીઓ સમક્ષ અથવા હાઈકોર્ટમાં નવેસરથી અરજી કરવાની શક્યતા યથાવત છે.

આ પણ વાંચો: