સુરત 18 ઇંચ વરસાદમાં જળબંબાકાર, આજે પણ રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. રાજ્યમાં અનેક વિસ્તારમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે.

Published : July 8, 2026 at 7:26 AM IST
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. રાજ્યમાં અનેક વિસ્તારમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. હવામાન વિભાગે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના
હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા, વાવ-થરાદ,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ,મહિસાગર જેવા ઘણા સ્થળ; દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં મોટભાગના સ્થળોએ; સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં; કચ્છ જિલ્લામાં એકાંત સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
સુરતમાં મેઘમહેર
સુરતમાં મેઘમહેર જોવા મળી હતી. શહેરના અનેક વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા હતા. સુરતમાં 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સુરતના સરથાણામાં સૌથી વધુ 18.9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે વરાછામાં 18.4 ઇંચ, લિંબાયતમાં 16.9 ઇંચ વરસાદ વરસ્યો હતો.
બીજી તરફ નવસારીના જલાલપોરમાં પણ 10.67 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તાપીના ડોલવણમાં પણ 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
મુંબઇમાં વરસાદને કારણે અનેક ટ્રેન રદ
મુંબઇ સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો હતો. અમદાવાદથી મુંબઇ તરફ જતી અનેક ટ્રેનને રદ કરવામાં આવી હતી. અમદાવાદથી મુંબઇ જતી શતાબ્દી, હમસફર એક્સપ્રેસ, પોરબંદર-દાદર એક્સપ્રેસ સહિતની ટ્રેનને રદ કરવામાં આવી હતી જ્યારે જોધપુર-હડપસર, શ્રીગંગાનગર-તિરૂચિરાપલ્લી એક્સપ્રેસ જેવી લાંબા અંતરની ટ્રેનનો માર્ગ બદલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:

