ETV Bharat / state

દમણમાં નવા વર્ષની ધમાકેદાર ઉજવણી, 2026નું કર્યુ ભવ્ય સ્વાગત, શહેરમાં માનવ કિડયારૂ ઉભરાયું

વર્ષ 2026ને આવકારવા માટે રાત્રિના બારના ટકોરે દમણની વિવિધ હોટલોમાં ડીજે નાઇટ સાથે ડાન્સ પાર્ટીઓ યોજાઈ હતી, જેમાં યુવા ધન મન મુકીને ઝુમ્યું હતું.

દમણમાં નવા વર્ષની ધમાકેદાર ઉજવણી
દમણમાં નવા વર્ષની ધમાકેદાર ઉજવણી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 1, 2026 at 7:15 AM IST

|

Updated : January 1, 2026 at 11:33 AM IST

2 Min Read
Choose ETV Bharat

દમણ: સંઘપ્રદેશ દમણમાં વર્ષ 2026ને આવકારવા માટે અને હોટલોમાં ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. અનેક હોટલોમાં ડિજે નાઇટ સાથે યુવાધન મન મૂકીને ઝૂમ્યા હતા. દેવકા બીચ ઉપર નવા વર્ષને આવકારવા માટે હોટલોની પાછળના ભાગમાં વાગતા ડીજેના તાલે સેંકડોની ભીડ ઝૂમતી જોવા મળી હતી.

વર્ષ 2025ને આપી વિદાય

વર્ષ 2025ને વાજતે-ગાજતે વિદાય આપવામાં આવી હતી. વર્ષ 2026ને આવકારવા માટે રાત્રિના બારના ટકોરા સુધી દમણની વિવિધ હોટલોમાં ડીજે નાઇટ સાથે ડાન્સ પાર્ટીઓ યોજાઈ હતી. જેમાં દૂર દૂરથી આવેલા પર્યટકોએ મ્યુઝિકના તાલે નવા વર્ષની ઉજવણી કરી 2026ને ઉમંગભેર આવકાર આપ્યો હતો.

દમણમાં નવા વર્ષની ધમાકેદાર ઉજવણી (Etv Bharat Gujarat)

દેવકા બીજ ઉપર મુખ્ય માર્ગ પર લોકોની ભીડ જામી

નવા વર્ષને દરિયા કનારે આવકાર આપવા માટે ફેકડોની સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. દેવકા બીજ ઉપર મુખ્ય માર્ગ અને સી ફેસ રોડ ઉપર માનવ કીડિયાર ઉભરાયું હતું અનેક જગ્યાઓ પર વાહન પાર્કિંગ કરવા માટેની જગ્યા પણ ખોટી પડી હતી, તેમજ રોડ ઉપર લોકોની ભીડ એકત્ર થતાં પોલીસ પણ દોડતી થઈ હતી. પરિવારો સાથે ઉજવણી માટે દમણ બીચ રોડ લોકોએ વધુ પસંદ કર્યો હતો, મોટાભાગના લોકોએ પરિવાર સાથે ફી ફેસને અડીને આવતા મુખ્ય રોડ ઉપર જ નવા વર્ષની ઉજવણી દરિયા કિનારે બેસીને કરી હતી.

ડીજે તાલે યુવા ધન ઝુમ્યું
ડીજે તાલે યુવા ધન ઝુમ્યું (Etv Bharat Gujarat)

જામ છલકાયા, લોકો મન ભરીને ઝુમ્યા

મહત્વપૂર્ણ છે કે, દમણમાં દારૂની છૂટ હોવાને લઈને અનેક પર્યટકો અહીં આવે છે. ગુજરાતમાં દારૂબંધી હોય અને સંઘ પ્રદેશ દમણમાં દારૂની છૂટ હોવાને લઈને અહીં અનેક પર્યટકો નવા વર્ષની ઉજવણી કરવા માટે ઉમટી પડતા હોય છે. આ વખતે પણ દેવકા બીજ ઉપર આવેલી મોટાભાગની હોટલો અને રેસ્ટોરન્ટોમાં ભારે ભીડ જોવા મળી હતી. લોકો ડીજેના તાલ અને રંગબેરંગી લાઈટો વચ્ચે ફિલ્મી ગાના ઉપર જુમતા જોવા મળ્યા હતા.

દમણમાં શરાબની છૂટ હોવાથી લોકોએ મનમુકીને ઢીંચ્યો દારૂ
દમણમાં શરાબની છૂટ હોવાથી લોકોએ મનમુકીને ઢીંચ્યો દારૂ (Etv Bharat Gujarat)

હોટલોની વિશેષ ઓફર ગ્રાહકોને આકર્ષી

દમણમાં પર્યટકોને આકર્ષવા માટે વિવિધ હોટલો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ ખાણીપીણી માટે વિશેષ ડિસ્કાઉન્ટ તેમજ પેકેજો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં 10,000 થી લઈને 50,000 સુધીમાં અનેક પેકેજો રૂમ રેન્ટ સહિતના ખાણીપીણી સાથે નક્કી કરવામાં આવ્યા હતા.

દમણમાં નવા વર્ષની શાનદાર ઉજવણી
દમણમાં નવા વર્ષની શાનદાર ઉજવણી (Etv Bharat Gujarat)

મધ્યમ વર્ગીય પરિવારના લોકોએ બીચ ઉપર ઉજવણી કરી

સામાન્ય રીતે નવા વર્ષની ઉજવણી માટે પર્યટકો હાઈફાઈ હોટલોમાં હજારો રૂપિયા ખર્ચને ઉજવણી કરવા રોકાતા હોય છે. ત્યારે સ્થાનિક કક્ષાના કે વલસાડ જિલ્લાની આસપાસમાં રહેતા લોકો અને તેમના પરિવારો સાથે ઉજવણી માટે દમણ બીચ રોડ (નામો પાઠ)પસંદ કર્યો હતો. મોટાભાગના લોકોએ પરિવાર સાથે સી ફેસને અડીને આવતા મુખ્ય રોડ ઉપર જ નવા વર્ષની ઉજવણી દરિયા કિનારે બેસીને કરી હતી.

2025ને આપી ભાવભરી વિદાય
2025ને આપી ભાવભરી વિદાય (Etv Bharat Gujarat)

યુવતી અને મહિલાઓમાં વધુ ઉત્સાહ

નવા વર્ષની ઉજવણી ન ભાગરૂપે ફિલ્મી ગીતો સાથે ડીજેના તાલે વિવિધ હોટલોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગે યુવતીઓ અને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રંગબેરંગી પોષક સાથે હાથોમાં જામ લઈને ઝૂમતી યુવતીઓ પણ નજરે પડી હતી.

  1. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને લઈને દમણ ‘હાઉસફુલ’, પોર્ટુગીઝ નગરીને દુલ્હનની જેમ શણગારાઈ
  2. થર્ટી ફર્સ્ટ ઉજવણીને લઈ પ્રવાસીઓનું ગીરમાં ઘોડાપુર, સિંહ દર્શન માટે લાગી લાઈનો
Last Updated : January 1, 2026 at 11:33 AM IST