ETV Bharat / state

ગુજરાત પોલીસ વિભાગમાં જોડાવવા ઇચ્છુક યુવાનો થઈ જાઓ તૈયાર, 950 પદ પર નીકળી ભરતી

ગુજરાત પોલીસમાં પ્રથમ વખત ટેક્નિકલ પદો માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

ગુજરાત પોલીસમાં  950 પદ પર નીકળી ભરતી
ગુજરાત પોલીસમાં 950 પદ પર નીકળી ભરતી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 7, 2026 at 1:35 PM IST

2 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ ભરતી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેક્નિકલ કેડર (વર્ગ–૩) માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ ભરતી અંતર્ગત વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં સીધી ભરતી કરવામાં આવશે.

વાયરલેસ વિભાગ

વાયરલેસ વિભાગમાં PSI વાયરલેસ તથા ટેક્નિકલ ઓપરેટરના પદો માટે ભરતી જાહેર કરાઈ છે. આ વિભાગમાં કુલ 172 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે ટેકનીકલ ઓપરેટર માટે 698 જગ્યાઓ ભરાશે તેથી કુલ 870 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ

મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં PSI મોટર ટ્રાન્સપોર્ટ તથા ગ્રેડ–1 HC ડ્રાઈવર મિકેનિકના પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ વિભાગમાં કુલ 80 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) 35 જગ્યા અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1) 45 જગ્યાઓ ભરાશે

વાયરલેશ વિભાગ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ
સંવર્ગખાલી જગ્યા સંવર્ગખાલી જગ્યા
પોલીસ સબ ઈન્સ્પેક્ટર172પોલીસ સબ ઈન્સ્પેક્ટર35
ટેકનિકલ ઓપરેટર 698હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર45
કુલ870કુલ80

શૈક્ષણિક લાયકાત

વાયરલેસ વિભાગ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેના માટે ઉમેદવારોએ ઇલેક્ટ્રોનિક્સ, કમ્યુનિકેશન, IT, કમ્પ્યુટર એન્જિનિયરિંગ જેવી શાખામાંથી એન્જિનિયરિંગ ડિગ્રી ફરજિયાત રાખવામાં આવી છે.જ્યારે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ માટેમેકેનિકલ અથવા ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા ડિપ્લોમા જરૂરી છે.ઉમેદવારો ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 જાન્યુઆરી 2026 રાખવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે, ગુજરાત પોલીસમાં ટેક્નિકલ પદો માટે પ્રથમ વખત સીધી ભરતી થતી હોવાથી આ ભરતી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે મોટી અને મહત્વની તક તરીકે જોવામાં આવી રહી છે.

ભરતીને લઈને તમામ સંવર્ગની ખાલી જગ્યાઓની ઓનલાઈન અરજી કરવાની રહેશે. પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપર લાગતા-વળગતા પદ માટે અરજી કરી શકશો. ઓનલાઈન અરજીઓ આગામી 9 જાન્યુઆરી 2026થી 29 જાન્યુઆરી 2026 સુધી કરી શકશે. તેમજ વેબસાઈટ પર જ ભરતી અંગેની મુકવામાં આવેલી સુચનાઓમાં દર્શવવામાં આવશે તેથી ઉમેદવારે વધુ માહિતી માહિતી આ આધિકારીક વેબસાઈટની મુલાકાત લેવી.

  1. મદદનીશ ગ્રંથપાલની 100 જગ્યા પર ભરતી, જાણો અરજી કરવાની અંતિમ તારીખ અને વધુ વિગત
  2. સૌરાષ્ટ્ર યુનિ.માં નોન-ટીચિંગ સ્ટાફની 71 પોસ્ટ પર ભરતી, જાણો અંતિમ તારીખ અને ફી સહિતની તમામ વિગત