સાવધાન! વોટ્સએપમાં ચાલી રહ્યું છે 'બોસ સ્કેમ', એક મેસેજથી આ રીતે થઈ રહ્યું છે ફ્રોડ
હાલમાં સાયબર ભેજાબાજો દ્વારા 'બોસ સ્કેમ' કરવામાં આવી રહ્યું છે, જેને લઈને પોલીસે લોકોને સાવચેત કર્યા છે.

Published : June 29, 2026 at 8:53 PM IST
અમદાવાદ: સાયબર ફ્રોડ દ્વારા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આ વચ્ચે હાલમાં સાયબર ભેજાબાજો દ્વારા 'બોસ સ્કેમ' કરવામાં આવતું હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સાથે જ લોકોને સાવચેત રહેવા માટે સૂચિત કરવામાં આવ્યા છે. આ ફ્રોડમાં વોટ્સએપ હેક કરીને ફ્રોડ કરવામાં આવી રહ્યું છે.
આ અંગે IPS ડૉ. લવિના સિંહા દ્વારા જણાવવામાં આવ્યું કે, આજકાલ એક નવું સ્કેચ ચાલી રહ્યું છે જેને 'બોસ સ્કેમ' નામ આપવામાં આવ્યું છે. I4C જે દિલ્હીમાં મંત્રાલય છે, ગૃહ મંત્રાલય તેના દ્વારા પણ એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. આ સ્કેમમાં તમારું વોટ્સએપ હેક કરવામાં આવે છે. વોટ્સએપ હેક કરવા માટે એક .zip ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે.
તેમણે વધુમાં કહ્યું કે, અત્યાર સુધી આ પ્રકારના ફ્રોડમાં apk ફાઈલ મોકલવામાં આવતી હતી, પરંતુ હવે zip ફાઈલ મોકલવામાં આવી રહી છે. આવી zip ફાઈલ વર્કીંગ લોકોને મોકલવામાં આવે છે અને તેને 'બોસ' તરફથી મોકલવામાં આવે છે, આથી તેનું નામ 'બોસ સ્કેમ' નામ આપવામાં આવ્યું છે. આ zip ફાઈલ ડાઉનલોડ કરતા જ વોટ્સએપ હેક થઈ જાય છે. વોટ્સએપમાં જે તમારા બોસનો નંબર છે, જે નામથી તેમને સેવ કર્યા છે, અને તેમનો પ્રોફાઈલ ફોટો છે ફ્રોડસ્ટર તેનો ઉપયોગ કરીને પોતાના જ નંબર પરમાં નામ અને પ્રોફાઈલ ફોટો સેવ કરે છે.
यदि आप कंपनी के मालिक, CEO या अकाउंट डिपार्टमेंट में हैं, तो सावधान! मार्केट में आया है नया 'Boss Scam'.
— Ahmedabad Cyber Crime (@cybercrimeahd) June 29, 2026
कंपनी के मालिकों, CEO और फाइनेंस टीम से विशेष अनुरोध! आजकल साइबर अपराधी सरकारी अधिकारी बनकर कंपनी के बॉस को डराते हैं और फर्जी ZIP या .apk फाइल भेजकर WhatsApp Web हेक कर लेते… pic.twitter.com/BdZV0AEiYt
તે તમારા ફાઈનાન્સમાં જે કામ કરે છે અથવા CA છે તેમને મેસેજ જાય છે અને આવી રીતે પૈસા ટ્રાન્સફર કરે છે. આ પ્રકારની મોડસ ઓપરન્ડી સામે આવી છે.
પાછલા એક મહિનામાં ઘણી કંપનીઓ અને નોકરીયાતને અસર થઈ છે, અને ઘણા લોકો તેનો શિકાર બન્યા છે. અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાંચમાં પણ તેની FIR થઈ છે.
આ ફ્રોડથી બચવા માટે MHA દ્વારા નીચે મુજબ ગાઈડલાઈન અપાઈ છે.
- ક્યારેય પણ વોટ્સએપ દ્વારા તમારા કોઈ સીનિયર, બોસ કે સંબંધી પૈસાની માંગ કરે તો માત્ર એક મેસેજના આધારે પૈસા ટ્રાન્સફર ન કરો. કોઈ અન્ય ચેનલ અથવા સીધા ફોન કરીને અથવા પછી મળીને પુષ્ટિ કર્યા બાદ જ પૈસા ટ્રાન્સફર કરો.
- કોઈ અજાણ્યા નંબર પરથી zip ફાઈલ આવે તો તેને ડાઉનલોડ ન કરશો. જો ભૂલથી ડાઉનલોડ થઈ જાય અથવા તમારા સહકર્મી કે બોસ દ્વાર મોકલાય અને ડાઉનલોડ કરી હોય અને તેમાં જે કન્ટેન્ટ નથી જે નામથી મોકલવામાં આવી હોય અથવા બ્લેન્ક ફાઈલ હોય તો તમે એલર્ટ થઈ જાઓ અને તરત જ 1930 તથા પોતાની બેંકને જાણ કરો જેથી પૈસા વિડ્રો થતા અટકી શકે.
- જો તમે ડાઉનલોડ કરતા સમયે તે પણ ધ્યાન રાખો કે .exe, .dll ના એક્સટેન્શનની ફાઈલ હોય તો તેને પણ ડાઉનલોડ ન કરો. જો આમ થાય તો 1930માં ફોન કરો અથવા સાઈબર ક્રાઈમમાં જઈને પોલીસ સ્ટેશનમાં જઈને તમારી ફરિયાદ નોંધાવો.
- તમારું વોટ્સએપ થોડા થોડા દિવસોમાં ચેક કરતા રહો કે કેટલા ડિવાઈસમાં ચાલુ છે. તમે અન્ય કોઈને થર્ડ પાર્ટીનો એક્સેસ ન આપ્યો હોય. કારણ કે તેનાથી વોટ્સએપ હેક થાય છે અને ફ્રોડસ્ટર તમારા વોટ્સએપનો એક્સેસ લે છે.
- વોટ્સએપમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ રાખો. ઉપરાંત મોબાઈલ અને તમારા બધા ડિવાઈસમાં એન્ટિવાઈરસ રાખો.
આ પણ વાંચો:

