ETV Bharat / state

'વરસાદમાં ઘરની બહાર વાહન લઈને નીકળતા પૂર્વે સાવધાન', જૂનાગઢમા ઠેર ઠેર લાગ્યા 'કામ ચાલુ છે'ના બેનર

જો આપ કે આપના સ્વજન જુનાગઢમાં રહે છે અને વરસાદી માહોલ વચ્ચે ઘરની બહાર નીકળવાનું વિચારી રહ્યાં છે, તો કોર્પોરેશને લગાવેલા બેનરને નજારઅંદાજ ન કરે.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 7, 2026 at 2:59 PM IST

2 Min Read
Choose ETV Bharat

જૂનાગઢ: એક તરફ ચોમાસાનો વરસાદ અને બીજી તરફ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં શહેરના આંતરિક અને બાહ્ય માર્ગોમાં ગટર, પીવાના પાણીની લાઇન, ઘરેલુ ગેસ લાઈન અને અન્ય કામોની સાથે માર્ગોના નવીનીકરણનું કામ થઈ રહ્યું છે.

જુનાગઢ શહેરમાં 50 કરતાં વધારે જગ્યા પર 'કામ ચાલુ છે', 'અહીંથી વાહન પસાર થઈ શકે તેમ નથી', આવા દિશા સૂચક બોર્ડ અનેક જગ્યાએ લાગેલા જોવા મળે છે. જો કોઈ પણ જુનાગઢવાસી ચોમાસાના દિવસોમાં ઘરની બહાર વાહન કે ચાલીને નીકળવાનો પ્રયત્ન કરે તો આવા સ્થળો પરથી દૂર રહેવાની હિમાયત કરવામાં આવે છે.

'વરસાદમાં ઘરની બહાર વાહન લઈને નીકળતા પૂર્વે સાવધાન' (Etv Bharat Gujarat)

કામ ચાલુ, રસ્તો બંધ

એક તરફ ચોમાસામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે, અથવા બીજી તરફ જુનાગઢ મ્યુન્સિપલ કોર્પોરેશન વિસ્તારમાં શહેરના આંતરિક અને બાહ્ય માર્ગોમાં આજે પણ ચોમાસાના દિવસોમાં પીવાના પાણીની લાઈન, ભૂગર્ભ ગટર, ઘરેલુ રાંધણ ગેસ લાઈન, ગટરના ઢાંકણા અને કેટલીક જગ્યા પર માર્ગોના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને શહેરના મોટાભાગના વિસ્તારોમાં 'કામ ચાલુ છે', 'વર્ક ઇન પ્રોગ્રેસ' આવા બેનરો લગાવવામાં આવ્યા છે, તેનો સીધો મતલબ એ થાય કે અહીંથી કોઈ પણ વ્યક્તિઓકે વાહન ચાલકે પસાર થવું ખૂબ જ જોખમ ભરેલું છે.

જૂનાગઢમા  ઠેર ઠેર લાગ્યા 'કામ ચાલુ છે'ના બેનર
જૂનાગઢમા ઠેર ઠેર લાગ્યા 'કામ ચાલુ છે'ના બેનર (Etv Bharat Gujarat)

આવા બેનરો જુનાગઢ શહેરમાં અનેક જગ્યા પર લાગેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે શહેરીજનોએ વરસાદમાં કયા માર્ગ પરથી પસાર થવું તેની અસમંજસ પણ ઊભી થઈ છે, તો બીજી તરફ અતિ ખરાબ બનેલા માર્ગોને કારણે પણ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળે છે.

'વરસાદમાં ઘરની બહાર વાહન લઈને નીકળતા પૂર્વે સાવધાન'
'વરસાદમાં ઘરની બહાર વાહન લઈને નીકળતા પૂર્વે સાવધાન' (Etv Bharat Gujarat)

વાહન ચાલકોએ વ્યક્ત કર્યો વસવસો

જુનાગઢ શહેરમાં અનેક સ્થળો પર આંતરિક અને બાહ્ય માર્ગો પર કામ ચાલુ છે, અને રસ્તો બંધ છે. આવા બેનરો લગાવવામાં આવ્યા છે, જેને લઈને સ્થાનિક વાહન ચાલકોની સાથે પગપાળા જતા લોકો પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે.

વરસાદી માહોલ દરમિયાન અનિચ્છનીય ઘટના ટાળવાનો પ્રયાસ
વરસાદી માહોલ દરમિયાન અનિચ્છનીય ઘટના ટાળવાનો પ્રયાસ (Etv Bharat Gujarat)

ઘરની બહાર નીકળતા પૂર્વે કયા માર્ગ પરથી જવું તેનો નકશો જે તે વ્યક્તિ અને વાહન ચાલકોએ પોતાના મગજમાં અગાઉથી જ ફિક્સ કરી રાખવો પડે તેવી સ્થિતિનું નિર્માણ આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટાભાગના વિસ્તારોમાં થઈ રહ્યો છે.

જુનાગઢવાસીઓની સલામતીના ભાગરૂપે સાવચેત કરતા બોર્ડ અને બેનર લગાવ્યા
જુનાગઢવાસીઓની સલામતીના ભાગરૂપે સાવચેત કરતા બોર્ડ અને બેનર લગાવ્યા (Etv Bharat Gujarat)

ભૂતનાથ વિસ્તાર નજીક રહેતા કલરવી બેન ઠાકરે આ અંગે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન હવે એક નવી ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરે, જેમાં ખરાબ અને તૂટેલા રસ્તા પર વાહન કઈ રીતે ચલાવવું તેનું માર્ગદર્શન અને તાલીમ કોર્પોરેશન દ્વારા પ્રત્યેક વાહનચાલકોને આપવામાં આવે તો આવા અતિ ખરાબ અને ભયજનક માર્ગો પરથી લોકોને વાહન લઈને અથવા તો ચાલીને કઈ રીતે નીકળવું તેનું જ્ઞાન મળે.

  1. જુનાગઢ: ખેતરના પાળા બન્યા આ બે ગામ વચ્ચે વિવાદનું કેન્દ્ર, વર્ષોથી ચાલ્યો આવતો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો
  2. 'મારોય એક જમાનો હતો કોણ માનશે' ?, જુનાગઢની ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે લોકોએ ઉઠાવ્યો અવાજ