સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડનારા સિંગર-ગાયિકા-ઈન્ફ્લુએન્સર જીત્યા કે હાર્યા? ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ શું રહ્યા
આ વખતની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ કેટલીક સીટો પરથી કાર્યકરો કે નેતા નહીં પરંતુ એક્ટર, સિંગર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને ટિકિટ આપીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.

Published : April 28, 2026 at 3:48 PM IST
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના પરિણામ જાહેર થઈ ગયા છે. આ વખતની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ કેટલીક સીટો પરથી કાર્યકરો કે નેતા નહીં પરંતુ એક્ટર, સિંગર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને ટિકિટ આપીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે ચૂંટણી પરિણામોમાં આ ચર્ચિત બેઠકો પરથી લડી રહેલા ઉમેદવારોની જીત થઈ કે હાર જુઓ આ અહેવાલમાં.
લોકગાયિકા નેહા સુથારનો વિજય
વિજાપુર તાલુકા પંચાયતની કુદેડા બેઠક પરથી ભાજપની સીટ પરથી લોકગાયિકા નેહા સુથારનો વિજય થયો છે. નેહા સુથારનો 3149થી વધુ મતથી વિજય થયો છે.
સોશિયલ મીડિયા સ્ટાર્સ અંકિતા પરમારનો વિજય
વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પરથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારનો વિજય થયો છે. ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા અંકિતા પરમારનો 9880 વોટના ભવ્ય અંતરથી વિજય થયો છે.
રાજકોટના RJ આભા દેસાઇની હાર
રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર-10માંથી કોંગ્રેસના ઉમેદવાર અને RJ આભાએ હારનો સામનો કરવો પડ્યો છે. રેડિયો જોકીને કારણે RJ આભા યુવાઓમાં ચર્ચામાં રહેતી હતી જેને કારણે કોંગ્રેસે ટિકિટ આપી હતી.
રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની રાજકોટથી હાર
રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજાની હાર થઇ છે. વોર્ડ નંબર-2માં કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજા હાર્યા છે.
માયાભાઇ આહિરની દીકરીની હાર
અમરેલી લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પરક લોકસાહિત્યકાર માયાભાઇ આહિરની દીકરી સોનલ આહિરની 1565 વોટથી હાર થઇ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેર જીત્યા છે.
રાજલ બારોટ-બાંભણિયાની જીત
જાણીતા સીંગર રાજલ બારોટ-બાંભણિયા નગરપાલિકાની ચૂંટણીમાં 2313 વોટના અંતરથી જીતી ગયા છે. ઉના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ-7માંથી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા.
અલ્પેશ કથિરીયાની પત્નીની જીત
સુરત મહાનગરપાલિકામાં અલ્પેશ કથિરીયાની પત્ની કાવ્યા કથિરીયાની જીત થઇ છે. અલ્પેશ કથિરીયાના પત્નીની વોર્ડ નંબર-3માંથી ચૂંટણી લડી રહ્યા હતા. આ વોર્ડમાં ભાજપની આખી પેનલનો વિજય થયો છે અને કાવ્યા કથિરીયાની 38560 વોટના મોટા માર્જિનથી જીત થઈ છે.
આ પણ વાંચો:

