ETV Bharat / state

ગુજરાતમાં ગેરકાયદેસર ખનન પર સરકારની કડક કાર્યવાહી, ચાર જિલ્લાઓમાં કરોડોનો મુદામાલ જપ્ત

પંચમહાલ જિલ્લોમાં ગેરકાયદેસર ખનન અંગે 29 લોકો સામે ફરિયાદો દાખલ કરવામાં આવી છે.

ગુજરાતમાં ગેરકાયદેસર ખનન પર સરકારની કડક કાર્યવાહી, ચાર જિલ્લાઓમાં કરોડોનો મુદામાલ જપ્ત
ગુજરાતમાં ગેરકાયદેસર ખનન પર સરકારની કડક કાર્યવાહી, ચાર જિલ્લાઓમાં કરોડોનો મુદામાલ જપ્ત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 24, 2026 at 4:47 PM IST

1 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: રાજ્યમાં ગેરકાયદેસર ખનનનો મુદ્દો ફરી એકવાર વિધાનસભામાં ગુંજ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મળેલી ફરિયાદોના આધારે રાજ્ય સરકારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી લેખિત જવાબમાં આપી છે.

પંચમહાલ જિલ્લોમાં ગેરકાયદેસર ખનન અંગે 29 લોકો સામે ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જ્યારે અરવલ્લી જિલ્લોમાં 3 લોકો સામે ગુનાઓ નોંધાયા છે. અરવલ્લી જિલ્લામાં એક ખનન લીઝનો પરવાનો પણ રદ કરવામાં આવ્યો છે. ઉપરાંત પંચમહાલ જિલ્લામાં 13 અને અરવલ્લી જિલ્લામાં 2 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ વિગતો કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા આપવામાં આવી હતી.

બીજી તરફ ગાંધીનગર જિલ્લોમાં ગેરકાયદેસર ખનન અંગે 88 ફરિયાદો નોંધાઈ છે, જ્યારે બનાસકાંઠા જિલ્લોમાં 32 ફરિયાદો સામે આવી છે. ગાંધીનગર જિલ્લામાં 21 વાહનો સાથે અંદાજે 8.95 કરોડ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 23 વાહનો સાથે 6.37 કરોડ રૂપિયાનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. આ માહિતી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે આપી હતી.

વિધાનસભામાં રજૂ થયેલા આ આંકડા દર્શાવે છે કે ગેરકાયદેસર ખનન સામે સરકાર કાર્યવાહી કરી રહી છે, પરંતુ સતત સામે આવતી ફરિયાદો દર્શાવે છે કે સમસ્યા હજી પણ ગંભીર છે. હવે જોવાનું રહ્યું કે ગેરકાયદેસર ખનનને કાબૂમાં લેવા માટે સરકાર વધુ કયા સખત પગલાં ભરે છે.

આ પણ વાંચો: