ETV Bharat / state

નર્મદા જિલ્લામાં બનશે 2 નવા પૂલ, મુખ્યમંત્રીએ ₹302.40 કરોડના કામોની મંજૂરી આપી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લામાં 2 નવા પૂલોના નિર્માણ માટે કુલ ₹302.40 કરોડના કામોની મંજૂરી આપી છે.

નર્મદા જિલ્લામાં બનશે 2 નવા પૂલ
નર્મદા જિલ્લામાં બનશે 2 નવા પૂલ (X/@Bhupendra Patel)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 24, 2026 at 7:51 PM IST

1 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લાના 11 જેટલા ગામોના 18 હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અને તાલુકા મથક સાથેની અવર-જવરની સરળ કનેક્ટિવીટી માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ આ હેતુસર નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પૂલ માટે ₹123.13 કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પૂલ માટે ₹179.27 કરોડ મળીને નર્મદા જિલ્લામાં 2 નવા પૂલોના નિર્માણ માટે કુલ ₹302.40 કરોડના કામોની મંજૂરી આપી છે.

આદિજાતિ ક્ષેત્ર નર્મદા જિલ્લામાં આ બે પૂલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામજનોને પણ અવર-જવર માટે સુગમતા રહેશે તથા આ વિસ્તારમાંથી શાળા-કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન પણ આવવા-જવામાં સુવિધાયુક્ત રસ્તાની સવલત મળશે.

આ ઉપરાંત, નાંદોદ અને તિલકવાડા તાલુકામાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તરવાહિની પરીક્રમામાં આવતા લાખો પરીક્રમાવાસીઓને ભવિષ્યમાં આ બંને પૂલોનો લાભ મળવાથી કુલ 17 કિલોમીટરનો ફેરાવો ઘટશે અને સમય તથા ઈંધણની પણ બચત થશે.

  1. GUJARAT BUDGET: નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ₹25960 કરોડની જોગવાઇ, જુઓ સરકારની નવી યોજનાઓ
  2. મા નર્મદાની પંચકોશી પરિક્રમામાં આ વર્ષે 20 લાખ શ્રદ્ધાળુ આવવાનો અંદાજ, તંત્રએ 2 મહિના પહેલા તૈયારી આરંભી