ETV Bharat / state

ગુજરાત ATSની મોટી સફળતા: પંજાબના ક્રોસ બોર્ડર હેરોઈન અને હથિયાર સ્મગલિંગ કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ

આરોપી પાકિસ્તાન બોર્ડરથી હેરોઈન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલનું સ્મગલિંગ કરતા મોટા નેટવર્કનો ભાગ હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ATSની મોટી સફળતા: પંજાબના ક્રોસ બોર્ડર હેરોઈન અને હથિયાર સ્મગલિંગ કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ
ગુજરાત ATSની મોટી સફળતા: પંજાબના ક્રોસ બોર્ડર હેરોઈન અને હથિયાર સ્મગલિંગ કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 26, 2026 at 4:49 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ દેશભરમાં ચાલતા નાર્કોટિક્સ નેટવર્ક પર સતત વોચ રાખીને મોટી સફળતા મેળવી છે. પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસાંસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હેરોઈન અને હથિયાર સ્મગલિંગ કેસમાં વોન્ટેડ આરોપી રહેમતઅલી શેખને અમદાવાદમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આ આરોપી પાકિસ્તાન બોર્ડરથી હેરોઈન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલનું સ્મગલિંગ કરતા મોટા નેટવર્કનો ભાગ હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ATSને ગુપ્ત માહિતી મળી હતી કે, પંજાબના અમૃતસરના ભલ્લા કોલોનીમાં રહેતા રહેમતઅલી શેખ (પિતા: ઇલિયાસ મહમદ શેખ) કેસ નોંધાયા બાદ પંજાબથી ભાગીને નેપાળ ગયો હતો. ત્યારબાદ બિહાર મારફતે તે ગુજરાતમાં આવીને અમદાવાદના રખિયાલ વિસ્તારમાં એક એમ્બ્રોડરી કારખાનામાં છુપાઈને કામ કરી રહ્યો હતો.

ગુજરાત ATSની મોટી સફળતા: પંજાબના ક્રોસ બોર્ડર હેરોઈન અને હથિયાર સ્મગલિંગ કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ
ગુજરાત ATSની મોટી સફળતા: પંજાબના ક્રોસ બોર્ડર હેરોઈન અને હથિયાર સ્મગલિંગ કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ (ETV Bharat Gujarat)

ATSની ટીમે રખિયાલ વિસ્તારમાં તપાસ કરીને આરોપીને એમ્બ્રોડરી કારખાનામાંથી ઝડપી લીધો. તેને વધુ પૂછપરછ માટે અમદાવાદમાં ATSના હેડક્વાર્ટરમાં લાવવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં રહેમતઅલી શેખે કબૂલ્યું કે, તે એક મોટા નાર્કોટિક્સ અને હથિયાર સ્મગલિંગ નેટવર્કનો ભાગ છે. જાન્યુઆરી 2026માં તેણે પાકિસ્તાન બોર્ડરથી હેરોઈન અને હથિયારોના કન્સાઇનમેન્ટ પંજાબમાં અન્ય વ્યક્તિઓને સોંપ્યા હતા. આ અંગે રાજાસાંસી પોલીસ સ્ટેશનમાં 29 જાન્યુઆરી 2026ના રોજ કેસ નંબર 26/2026 નોંધાયો હતો. આ કેસમાં NDPS એક્ટની કલમ 21 અને 25 તેમજ એક્સ્પ્લોઝિવ સબસ્ટાન્સ એક્ટની કલમ 3, 4 અને 5 હેઠળ ગુનો નોંધાયો છે. પંજાબ પોલીસે આ કેસમાં બે આરોપીઓને પહેલેથી જ ધરપકડ કરી છે અને 42.9 કિલોગ્રામ હેરોઈન, ચાર હેન્ડ ગ્રેનેડ, એક સ્ટાર-માર્ક પિસ્તોલ અને 46 જીવંત કારતૂસ જપ્ત કર્યા છે.

ગુજરાત ATSની મોટી સફળતા: પંજાબના ક્રોસ બોર્ડર હેરોઈન અને હથિયાર સ્મગલિંગ કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ
ગુજરાત ATSની મોટી સફળતા: પંજાબના ક્રોસ બોર્ડર હેરોઈન અને હથિયાર સ્મગલિંગ કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ (ETV Bharat Gujarat)

ગુજરાત ATSના અધિકારીઓએ જણાવ્યું કે, આ આરોપી કેસ નોંધાયા બાદ નાસતો ફરતો હતો અને તેને પકડવા માટે પંજાબ પોલીસને માહિતી આપી દેવામાં આવી છે. હવે તેને પંજાબ પોલીસને સોંપવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દેશમાં ચાલતા ક્રોસ બોર્ડર ડ્રગ્સ અને હથિયાર સ્મગલિંગને અટકાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે.

ગુજરાત ATSના પોલીસ અધિક્ષક કે. સિદ્ધાર્થે કહ્યું, "અમારી ટીમ સતત નાર્કોટિક્સ નેટવર્ક પર નજર રાખી રહી છે અને આ પ્રકારના આરોપીઓને પકડીને દેશની સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદ કરી રહી છે." આ ઘટના રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચેના સંકલનનું ઉદાહરણ છે, જે આવા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચો: