ETV Bharat / state

Board Exam 2026: આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ, પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ જણાવ્યા અનુભવ

આજે સવારે 10:00 વાગ્યાથી આ પરીક્ષાની શરૂઆત થઈ જે 1:15 સુધી યોજાઈ હતી.

આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ
આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 26, 2026 at 2:19 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ : આજે ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ છે. આજે સવારમાં ધોરણ 10ના પ્રથમ ભાષાના પેપરની પરીક્ષા લેવામાં આવી. જેમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દુ, સિંધી, તમિલ, તેલુગુ અને ઉડિયા વિષયના પેપર લેવામાં આવ્યા. સવારે 10:00 વાગ્યાથી આ પરીક્ષાની શરૂઆત થઈ જે 1:15 સુધી આ પરીક્ષા યોજાઈ હતી.

આ વર્ષે ધોરણ 10ના 9.07 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ગુજરાતમાં ધોરણ 10ના 1006 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ (ETV Bharat Gujarat)

વિદ્યાર્થિની કટારીયા આસ્થાએ જણાવ્યું હતું કે, "હું શેઠ સી. એન વિદ્યાલયમાં ભણું છે અને આજે પરીક્ષાનો નંબર પણ મારી સ્કૂલમાં આવ્યો છે, ત્યારે મારી તૈયારી મસ્ત છે. આજે મારુ ગુજરાતીનું પેપર છે, પહેલીવાર બોર્ડની પરીક્ષા આપી રહ્યા છીએ. થોડી બીક લાગી રહી છે પણ મને વિશ્વાસ છે કે મારું પેપર સારું જશે."

વિદ્યાર્થિની ગીતા સોલંકીએ જણાવ્યું હતું કે, "હું ગુજરાતી યુનિવર્સિટી વિસ્તારમાં રહું છું, પરીક્ષા ચાલુ થઈ છે. પહેલુ પેપર છે. તૈયારીઓ તો સારી કરી છે, પરંતુ પેપર કેવુ આવે એના ઉપર આધાર છે. પરીક્ષા આપતા પહેલા અમને થોડી ગભરાટ થઈ રહી છે, પરંતુ અમે પેપર તો સારું જ લખીશું."

ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ
ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ (ETV Bharat Gujarat)

બીજી વિદ્યાર્થિનીએ પણ પોતાનું અનુભવ જણાવતા કહ્યું હતું કે, "હું સહજાનંદ સ્કૂલમાં ભણુ છું અને આજે મારુ પ્રથમ પેપર ગુજરાતીનું છે. હું થોડી નર્વસ છું, પરંતુ મેં પરીક્ષા માટે મહેનત કરી છે વાંચન કર્યું છે એટલે પેપર તો સારું જ જશે. હું આગળ આર્ટસ લઈશ અને એર હોસ્ટેસ બનવા માંગુ છું."

ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ
ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ (ETV Bharat Gujarat)

વિદ્યાર્થિની નિત્યા ગોસાલીયા જણાવ્યું હતું કે, "મારી તૈયારી ખૂબ જ સરસ છે. મારું ઇંગ્લિશનું પેપર છે. હું ભવિષ્યમાં એન્જિનિયર બનવા માગું છું. દસમામાં પાસ થઈને સાયન્સ A ગ્રુપ હું લઈશ, આઠ કલાક ભણું છું, એટલે મારી અપેક્ષા છે કે મારા માર્ક્સ બહુ જ સારા આવે અને બોર્ડમાં પણ નંબર આવે. મારા પરિવારજનોનો પણ બહુ જ સપોર્ટ છે."

ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ
ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ (ETV Bharat Gujarat)

વાલી રુચિતા ગોસલીયાએ જણાવ્યું હતું કે, "મારો દીકરો નિત્યા ગોસલીયાને એક જ કામ છે એને પૂરી તૈયારીઓ કરાવી છે. એ બહુ જ મહેનત કરે છે. અમે એને સંપૂર્ણ સપોર્ટ કરીએ છીએ. બાળકો પ્રથમવાર પેપર આપી રહ્યા છે, તો થોડું તો પ્રેસર હોય જ છે. પરંતુ, આ પ્રથમ પગલું છે, આગળ ઘણી જ પરીક્ષાઓ આપવાની છે."

ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ
ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ (ETV Bharat Gujarat)

વાલી ઉર્વી શાહે જણાવ્યું હતું કે, "મારા દીકરાનું 10માંનુ ઇંગ્લિશનું પેપર છે, તો થોડું તો ટેન્શન છે. પરંતુ, મારા દીકરાની પૂરી તૈયારી છે, એને સાયન્સ લેવાનો વિચાર છે.

ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ
ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ (ETV Bharat Gujarat)

શેઠ સી. એન. વિદ્યાલયના પ્રિન્સિપાલ ધવલ પાઠકે જણાવ્યું હતું કે, "શેઠ સી.એન વિદ્યાલયમાં બોર્ડ પરીક્ષા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 10 માટે 15 બ્લોક અને ધોરણ 12 માટે 20 બ્લોક રાખવામાં આવ્યા છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે અમે સંપુર્ણ હાજર છીએ. બધા વિદ્યાર્થીઓએ શાંતિથી પેપર શરૂ કરી રહ્યા છે. અમારી સ્કૂલની તમામ જગ્યાઓમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. ધોરણ 10ના 450 વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં પરીક્ષા આપી રહ્યા છે અને ખાસ કરીને 29 વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે, તેમના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે."

આ પણ વાંચો...

  1. Board Exam: ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા માટે તંત્ર સજ્જ, આ વખતે 15 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં આપશે
  2. આજથી બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાઓ શરૂ