GPSCની ક્લાસ 1-2ની વિવિધ 18 ભરતીની પ્રીલિમ પરીક્ષાની તારીખો જાહેર, જુઓ ટાઈમ ટેબલ
ક્લાસ-1 અને 2ની 18 સંવર્ગની ભરતી પ્રક્રિયા માટેની પ્રાથમિક કસોટી ફેબ્રુઆરીથી એપ્રિલ માસ સુધીમાં યોજાશે.

Published : January 8, 2026 at 1:58 PM IST
અમદાવાદ: GPSCની ભરતીનું ફોર્મ ભરનારા અને પરીક્ષાની તારીખની રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2026માં યોજાનારી ભરતી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ક્લાસ-1 અને 2ની 18 સંવર્ગની ભરતી પ્રક્રિયા માટેની પ્રાથમિક કસોટી ફેબ્રુઆરીથી એપ્રિલ માસ સુધીમાં યોજાશે. આ માટેનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે.
ભરતી પરીક્ષાની વાત કરીએ તો રહસ્ય સચિવ ક્લાસ-2, મદદનીશ વહીવટી અધિકારી ક્લાસ-2, ગુજરાત મત્સ્યોદ્યોગ સેવા, સામાન્ય રાજ્ય સેવામાં ક્લાસ-2 વટીવટી અધિકારી, MIS મેનેજર ક્લાસ 1 અને 2, પશુચિકિત્સા અધિકારી ક્લાસ-2, નિયામક ગ્રંથપાલ, ગુજરાત શિક્ષણ સેવા, મદદનીશ ઉદ્યોગ કમિશનર, નાયબ માહિતી નિયામક તથા મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી સહિતની ભરતી માટે પ્રાથમિક કસોટી યોજાશે.

આ પણ વાંચો:

