ગોધરા: ગોવિંદી ગામે ફુડ વિભાગ અને SOG પોલીસની સંયુક્ત રેડ, 150 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો
ટીમે 24,223 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Published : January 6, 2026 at 8:05 PM IST
પંચમહાલ: પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના ગોવિંદી ગામે આવેલા એક મકાનમા પંચમહાલ એસઓજી પોલીસ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંયુક્ત દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન 150 કિલોનો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. ટીમે 24,223 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમા રાખીને પંચમહાલ જીલ્લા પોલીસ રેન્જ આઈજી આર.વી. અસારી અને જીલ્લા પોલીસ વડા ડો. હરેશ દુધાત દ્વારા લોકોના સ્વાસ્થય સાથે ચેડા થાય થાય તેવી ચીજવસ્તુઓ અગે તપાસ કરવા સુચનો આપ્યા હતા. જેની આધારે પંચમહાલ SOGએ આ બાબતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે બાબતે પોલીસ ઈન્સપેક્ટર બી.કે. ગોહીલ તથા એસઓજી સ્ટાફને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને ગોધરા તાલુકાના ગોવિદી ગામે તપાસ હાથ ધરી હતી. જેમા પીપળીયા ફળિમા આવેલા કિશનભાઈ સુભાષભાઈ વિરવાણીના ગોડાઉન મા તપાસ કરતા 150.320 કિલોગ્રામનો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામા આવ્યો હતો. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ શકાસ્પદ પનીરના જથ્થાને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. પ્રાથમિક પુછપરછમાં કિશનભાઈ વિરવાણીએ આ પનીરનો જથ્થો મહેસાણા ખાતેથી મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું.
નોધનીય છે કે ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ખાદ્યચીજોનું વેચાણ થતું હોય પણ છે. કેટલાક વેપારીઓ વધુ નફો રળી લેવા માટે અખાદ્ય ચીજવસ્તુઓનો ઉપયોગ પણ કરતા હોય છે અને લોકોના સ્વાસ્થય સાથે ચેડા પણ કરતા હોય છે. ત્યારે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે પણ તપાસ શરુ કરવી જરુરી બની છે.

આ પણ વાંચો:

