નવાબંદર પોલીસે ઇંગ્લિશ દારૂ સાથે બુટલેગરને ઝડપ્યો, બુટલેગરો દારૂ છુપાવવાની ગજબ ટેકનિક અજમાવે છે!
બૂટલેગર દ્વારા ફોર વ્હીલ કારના ગેસના બાટલામાં ચોરખાનું બનાવી દારૂ છુપાવવામાં આવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

Published : December 15, 2025 at 3:29 PM IST
|Updated : December 15, 2025 at 4:25 PM IST
ગીર સેમનાથ : ગુજરાતમાં દારૂબંધી છે. દારૂનું સેવન અને હેરફેર એ ગુનો છે. પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાંથી ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ ઘુસાડવાનો પ્રયાસ નવાબંદર મરીન પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. બૂટલેગર દ્વારા ફોર વ્હીલ કારના ગેસના બાટલામાં ચોરખાનું બનાવી દારૂ છુપાવવામાં આવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
નવાબંદર પોલીસે ઇંગ્લિશ દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો
આગામી 25 ડિસેમ્બર નાતાલ થી 31 ડિસેમ્બર નવા વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખી દિવ–ગુજરાત રૂટ પર દારૂની હેરાફેરી વધતી હોવાની આશંકા વચ્ચે નવાબંદર મરીન પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ દરમ્યાન નાલીયા–માંડવી, નગીના ઢોરા વિસ્તારમાં દિવ તરફથી આવી રહેલી સ્વીફ્ટ ડિઝાયર કારને અટકાવી તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી અહતી. આ કારની ડીકીમાં મુકાયેલા ગેસના બાટલામાં બનાવેલા ચોરખાનામાંથી ઇંગ્લિશ દારૂની 19 બોટલો મળી આવી હતી.
પોલીસે દારૂની હેરાફેરીમાં વપરાયેલ કાર સહિત કુલ રૂ. 2.76 લાખનો પ્રોહીબિશન મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગુનામાં આરોપી બુટલેગર માંગરોળના શાપુરના રહેવાસી રાહુલ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે.
આ દારૂની હેરાફેરીના કિસ્સામાં, નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશનના કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી દિવ–ગુજરાત માર્ગ પર દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ડરનો માહોલ પેદા થયો છે.
આ પણ વાંચો...

