ETV Bharat / state

દ્વારકા જિલ્લામાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મુખ્ય આરોપીની ધરપકડ

પોલીસે આ મામલે મુખ્ય આરોપી કિશન નટુ સામૈયા ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

દ્વારકા જિલ્લામાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મુખ્ય આરોપીની ધરપકડ
દ્વારકા જિલ્લામાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મુખ્ય આરોપીની ધરપકડ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 16, 2026 at 3:46 PM IST

1 Min Read
Choose ETV Bharat

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક મોટું બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોના નિર્દોષ અને અભણ લોકોને નિશાન બનાવી ઠગાઈ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી કિશન નટુ સામૈયાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, આરોપી કિશન નટુ સામૈયા લાંબા સમયથી કલ્યાણપુર તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય હતો. તે લોકો ને ઘરે બેઠા સરળતાથી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપવાની લાલચ આપતો અને તેના બદલામાં મોટી રકમ વસુલ કરતો હતો. ખાસ કરીને ગરીબ અને અભણ લોકો ને ટાર્ગેટ બનાવી તેઓને સાચા લાયસન્સની ખાતરી આપતો હતો.

દ્વારકા જિલ્લામાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મુખ્ય આરોપીની ધરપકડ (ETV Bharat Gujarat)

આરોપી દ્વારા બનાવવામાં આવતા લાયસન્સ સંપૂર્ણપણે ડુપ્લિકેટ હતા, પરંતુ લોકોને તે મૂળ અને કાયદેસર હોવાનું જણાવી વિશ્વાસમાં લઈ લેવામાં આવતા. આ રીતે અનેક લોકોને છેતરતા આરોપીએ લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે.

દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તપાસ દરમિયાન તેના મોબાઇલ ફોનમાંથી અનેક ડુપ્લિકેટ લાયસન્સ અને અન્ય મહત્વના પુરાવા મળી આવ્યા છે. પોલીસ હવે આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.

હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. સાથે જ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ સરકારી દસ્તાવેજ માટે સત્તાવાર માર્ગ જ અપનાવો અને આવી લાલચથી દૂર રહો.

આ પણ વાંચો: