ETV Bharat / state

ખેડા જિલ્લામાં બે નદીઓના સંગમ સ્થળે આવેલું મહાદેવનું પૌરાણિક મંદિર, ગળતેશ્વર મહાદેવ મંદિર

12મી સદીમાં નિર્માણ પામેલું અને ગળતી તેમજ મહી નદીના સંગમ સ્થળે આવેલું ગળતેશ્વર મહાદેવ મંદિર તેના શિલ્પ સ્થાપત્ય માટે પણ જાણીતું છે.

ગળતેશ્વર મહાદેવ મંદિર
ગળતેશ્વર મહાદેવ મંદિર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 24, 2026 at 1:19 PM IST

2 Min Read
Choose ETV Bharat

ખેડા: ઠાસરા તાલુકામાં મહીસાગર નદીના કિનારે પ્રાચીન અને ઐતિહાસિક એવું પ્રસિદ્ધ શ્રી ગળતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અહીં ગળતી અને મહી નદીનું સંગમસ્થાન પણ છે. અહીં ગળતી નદી સ્વયં મહાદેવનો સતત અભિષેક કરે છે.

12મી સદીમાં નિર્માણ પામેલું આ મંદિર તેના શિલ્પ સ્થાપત્ય માટે પણ જાણીતું છે. અતૂટ શ્રદ્ધાના પ્રતિક સમાન આ મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવે છે.

12મી સદીમાં નિર્માણ પામેલું ગળતેશ્વર મહાદેવ મંદિર (Etv Bharat Gujarat)

મંદિરનો મહિમા

મંદિર અંગે એવી માન્યતા છે કે, પ્રાચીન સમયમાં ગાલવ ઋષિએ 10 હજાર વર્ષ સુધી શંકર ભગવાનની તપસ્યા કરી હતી. જે તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે આ શિવલિંગના સ્વરૂપે ગાલવ ઋષિને દર્શન આપ્યા હતા. એટલે આ એક સ્વયંભૂ શિવલિંગ છે. તે સમયે અહીં કુંતલપુર નામનું નગર હતું. જ્યાં ચંદ્રહાસ નામે રાજા રાજ્ય કરતો હતો. જેના દ્વારા અહીંયા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.પરંતુ ત્યારબાદ મોગલ સામ્રાજ્ય દરમિયાન આક્રમણ થતા મંદિરને તોડી પડાયું હતું. પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત આ મંદિરનું 2021 માં સમારકામ કરી શિખરબદ્ધ કરવામાં આવ્યુ હતુ.

ઠાસરા તાલુકામાં મહીસાગર નદીના કિનારે  બિરાજમાન ગળતેશ્વર મહાદેવ
ઠાસરા તાલુકામાં મહીસાગર નદીના કિનારે બિરાજમાન ગળતેશ્વર મહાદેવ (Etv Bharat Gujarat)

12 સદીમાં નિર્માણ પામેલું મંદિર

12 સદીમાં નિર્માણ પામેલા આ મંદિરની આગવી શિલ્પ સ્થાપત્ કળા અદભૂત છે. મંદિરની રચના ભૂમિજા શૈલીમાં કરવામાં આવી છે જે દુર્લભ છે.અહીં સ્વયંભૂ શિવલિંગ પર ગળતી નદીના જળનો અભિષેક સતત થતો રહે છે. મહી અને ગળતી નદીના સંગમ સ્થાન પર આ મંદિર હોવાથી તેનો વિશેષ મહિમા રહેલો છે.

ગળતેશ્વર મહાદેવ મંદિરનો અનોખો મહિમા
ગળતેશ્વર મહાદેવ મંદિરનો અનોખો મહિમા (Etv Bharat Gujarat)

અહીં નદીમાં સ્નાન કરી લોકો ભગવાનના દર્શન કરે છે. શ્રાવણ મહિનામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે.યાત્રાધામ ડાકોરમાં દર્શને આવતા યાત્રિકો અહીં આવી નદીમાં સ્નાન કરી ભોળાનાથના દર્શન કરે છે.

12મી સદીમાં નિર્માણ પામેલું અતિ પૌરાણિક મંદિર
12મી સદીમાં નિર્માણ પામેલું અતિ પૌરાણિક મંદિર (Etv Bharat Gujarat)

બે નદીઓના સંગમ કિનારે આવેલું પૌરાણિક મંદિર

બે નદીના સંગમ સ્થાને આવેલું આ મંદિર ઈતિહાસ, સ્થાપત્ય અને શ્રદ્ધાના અનોખા ત્રિવેણી સંગમ સમાન છે.અહીં એવી પણ માન્યતા છે કે 1 કિલો ઘી અખંડ જ્યોતમાં ધરાવવાથી સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ સફેદ દાગ દૂર થાય છે.શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મનોકામના પુરી કરવા અહી શ્રદ્ધાથી ભોળાનાથને શીશ ઝૂકાવે છે.

પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત આ મંદિરનું 2021 માં સમારકામ કરી શિખરબદ્ધ કરવામાં આવ્યુ
પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત આ મંદિરનું 2021 માં સમારકામ કરી શિખરબદ્ધ કરવામાં આવ્યુ (Etv Bharat Gujarat)

મંદિરનો ઈતિહાસ

ભરતદાસજી મહારાજે જણાવ્યું હતું કે, આ અતિ પ્રાચીન મંદિર છે. અહીંયા ગાલવ ઋષિ થઈ ગયા. એ ગાલવ ઋષિએ અહીં દસ હજાર વર્ષ તપસ્યા કરી ત્યારે ભગવાને એમને શિવલિંગના રૂપમાં દર્શન આપ્યા.

અહીંયા કુંતલપુર નામનું નગર હતું અને એનો રાજા ચંદ્રહાસ હતો. ચંદ્રહાસ રાજાએ આ મંદિરનું નિર્માણ કર્યુ. ત્યાર પછી મોગલ સામ્રાજ્યમાં મહંમદ બેગડાએ ચઢાઈ કરીને મંદિર ઉપરનું શિખર તોડી નાખ્યું હતું.

શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો આવે છે દર્શનાર્થે
શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો આવે છે દર્શનાર્થે (Etv Bharat Gujarat)

મંદિર ખંડિત હતું જેને લઈને નડીયાદ સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજે 35 થી 40 વર્ષ અથાક પ્રયત્ન કર્યો. ત્યારપછી અત્યારે મંદિરનું શિખર બની ગયું છે. અહીંયા બે નદી છે ગળતી અને મહીસાગર બે નદીનો સંગમ છે. યાત્રાળુઓ આવે છે એ સંગમમાં સ્નાન કરે છે, મહાદેવજીના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. અહીંયા કોઈને સંતાન ન હોય તો સવા કિલો ઘીની બાધા રાખે તો ભોળાનાથ એની મનોકામના પુરી કરે છે.

ગળતેશ્વર મહાદેવ મંદિર તેના શિલ્પ સ્થાપત્ય માટે પણ જાણીતું
ગળતેશ્વર મહાદેવ મંદિર તેના શિલ્પ સ્થાપત્ય માટે પણ જાણીતું (Etv Bharat Gujarat)

અહીં દર્શનાર્થે આવેલા શિવાભાઈ નામના શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે, આ ભોળાનાથનું પૌરાણિક મંદિર છે. દર વર્ષે શ્રાવણના આખા માસ દરમિયાન અમારા ગામના અને આજુબાજુના બધા ગામના લોકો દર્શન કરવા માટે આવે છે, અને અમને ભોળાનાથમાં ખુબજ શ્રદ્ધા છે.

આ પણ વાંચો

  1. ભરૂચના શિયાલીમાં આવેલું શિવજીનું અનોખું ધામ, અમરનાથના બાબા બર્ફાની જેવી થાય અનુભૂતિ
  2. ખેડાના ચુણેલમાં નિલકંઠ મહાદેવ મંદીરે શિવભક્તોની અનોખી સાધના, આખો શ્રાવણ માસ મંદિરમાં કરે છે અલગ-અલગ શણગાર