ETV Bharat / state

સુરત: સિવિલ હોસ્પિટલના સાતમા માળે ચઢેલી મહિલાને ફાયર વિભાગે બચાવી, નવજાતની તબિયત બગડતા આઘાતમાં હતી

સુરત સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગના જવાનોએ દેવદૂત બની મહિલાને બચાવી

સુરત સિવિલ હોસ્પિટલના સાતમા માળે ચઢેલી મહિલાને ફાયર વિભાગે બચાવી
સુરત સિવિલ હોસ્પિટલના સાતમા માળે ચઢેલી મહિલાને ફાયર વિભાગે બચાવી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 5, 2026 at 9:19 AM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: ડાયમંડ સિટી સુરતની સિવિલ હોસ્પિટલમાં એક માતા પોતાના વહાલસોયા સંતાનની હાલત જોઇને માનસિક સંતુલન ગુમાવી બેઠી હતી. સુરત સિવિલ કોવિડ બિલ્ડિંગના સાતમા માળે જીવન ટુંકાવવા ચઢેલી મહિલાને ફાયર વિભાગના જવાનોએ દેવદૂત બનીને બચાવી લીધી હતી.

બાળકની હાલત જોઇ આઘાતમાં હતી માતા

મળતી માહિતી મુજબ, આ મહિલાએ તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો હતો પરંતુ બાળક જન્મજાત નબળું હોવાથી ડોક્ટરોએ તેને 'NICU' માં કાચની પેટીમાં રાખ્યું હતું. પોતાના કાળજાના કટકાને નળીઓ વચ્ચે અને પેટીમાં કેદ જોઈ માતા હૃદયદ્રાવક આઘાતમાં સરી પડી હતી. આ આઘાત એટલો ઊંડો હતો કે તેણે હોસ્પિટલના સાતમા માળે લિફ્ટ રિપેરિંગ માટે બાંધેલા વાંસ પર ચઢીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

સિવિલ કોવિડ બિલ્ડિંગમાં લિફ્ટનું રિપેરિંગ અને બાંધકામ ચાલતું હતું જ્યાં મહિલા સાતમા માળે ચઢી ગઇ હતી અને ટેકો આપવા ઉભા કરાયેલા વાંસ પર ચઢી ગઇ હતી. મહિલાને વાંસ પર ઉભેલી જોઇ લોકો ભેગા થયા હતા અને તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડનું 'મિશન લાઈફ'

ઘટનાની જાણ થતા જ મજુરા ફાયર સ્ટેશનના ઓફિસર અભિષેક ગઢવી ટીમ સાથે પહોંચ્યા હતા અને ફાયરના જવાનોએ મહિલાને વાતોમાં પરોવી રાખી ચારે બાજુથી ઘેરો ઘાલ્યો હતો. અંતે દિલધડક રીતે મહિલાને પકડીને નીચે ઉતારી હતી.

"સુરત સિવિલ હોસ્પિટલમાં એક મહિલા સાતમા માળે ચઢી હોવાનો કોલ મળ્યો હતો. જે બાદ અમે ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મહિલા વાંસ પર આમતેમ દોડતી હતી જરા પણ ચૂક થાય તો કંઇ પણ થઇ શકતું હતું. ફાયરના જવાનોએ મહિલાને પહેલા પોતાની વાતોમાં પરોવી રાખી હતી અને ચારે બાજુથી ઘેરો ઘાલ્યો હતો. તે બાદ મહિલાનું સફળ રેસક્યૂ કરવામાં આવ્યું હતું." અભિષેક ગઠવી, મજુરા ફાયર સ્ટેશન ઓફિસર

રેસ્ક્યુ બાદ જ્યારે મહિલાને સહીસલામત તેના પરિવારને સોંપવામાં આવી, ત્યારે આખા હોસ્પિટલ પરિસરમાં તાળીઓના ગડગડાટ સાથે ફાયર વિભાગનો આભાર માનવામાં આવ્યો હતો. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે અને તેને માનસિક હૂંફ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: