ETV Bharat / state

ભાવનગરની ડમ્પિંગ સાઇટમાં બે દિવસથી આગ, ફાયર વિભાગે 56 ગાડીઓથી 4.30 લાખ લિટર પાણી છાંટ્યું

બે દિવસમાં અત્યાર સુધીમાં ૫૬ ગાડીઓ દ્વારા આગ બુઝાવવા માટે 4.30 લાખ લિટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે.

ભાવનગરની ડમ્પિંગ સાઇટમાં બે દિવસથી આગ, ફાયર વિભાગે 56 ગાડીઓથી 4.30 લાખ લિટર પાણી છાંટ્યું
ભાવનગરની ડમ્પિંગ સાઇટમાં બે દિવસથી આગ, ફાયર વિભાગે 56 ગાડીઓથી 4.30 લાખ લિટર પાણી છાંટ્યું (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 1, 2026 at 10:01 PM IST

1 Min Read
Choose ETV Bharat

ભાવનગર: શહેરની કુંભારવાડા ખારાપાટ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં છેલ્લા બે દિવસથી કચરામાં આગ લાગી છે. ભાવનગર ફાયર વિભાગની ટીમો સતત આગ બુઝાવવાનું કામ કરી રહી છે. આ લખાય છે ત્યારે પણ આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી ચાલુ છે.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બે દિવસમાં અત્યાર સુધીમાં ૫૬ ગાડીઓ દ્વારા આગ બુઝાવવા માટે 4.30 લાખ લિટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે. તેમ છતાં આગ સંપૂર્ણપણે બુઝાઈ નથી.

ભાવનગરની ડમ્પિંગ સાઇટમાં બે દિવસથી આગ, ફાયર વિભાગે 56 ગાડીઓથી 4.30 લાખ લિટર પાણી છાંટ્યું
ભાવનગરની ડમ્પિંગ સાઇટમાં બે દિવસથી આગ, ફાયર વિભાગે 56 ગાડીઓથી 4.30 લાખ લિટર પાણી છાંટ્યું (ETV Bharat Gujarat)

ડમ્પિંગ સાઇટમાં કેટલો કચરો?

સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે ડમ્પિંગ સાઇટમાં અત્યારે અંદાજે 50 થી 60 હજાર ટન કચરો જમા થયેલો છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકત્રિત કરાયેલો કચરો અહીં લાવીને ઢાળવામાં આવે છે.

ભાવનગરની ડમ્પિંગ સાઇટમાં બે દિવસથી આગ, ફાયર વિભાગે 56 ગાડીઓથી 4.30 લાખ લિટર પાણી છાંટ્યું
ભાવનગરની ડમ્પિંગ સાઇટમાં બે દિવસથી આગ, ફાયર વિભાગે 56 ગાડીઓથી 4.30 લાખ લિટર પાણી છાંટ્યું (ETV Bharat Gujarat)

મહાનગરપાલિકાએ કચરાના વ્યવસ્થાપન માટે એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આગ લાગવાની ઘટના બાદ ફાયર વિભાગ સાથે સંકલનમાં કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: