સુરેન્દ્રનગરના રણમાં અગરિયાઓના પ્રશ્નોને લઈ ખેડૂત હિત રક્ષક સમિતિ સરકાર સામે આપશે લડત
શિક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ મળે અને રણમાં સર્વે સેટલમેટના પ્રશ્નના નિરાકરણ આવે તે માટે હવે ખેડૂત રક્ષક સમિતિ મેદાને આવી છે.

Published : January 2, 2026 at 10:12 AM IST
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત રાજ્યનું સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરી રહ્યો છે પરંતુ મીઠું પકવતા અગરિયાઓની પરિસ્થિતિ સુધરી નથી રહી.
ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના નીમકનગર, ખારાઘોડા, કુડા સહિતના રણ વિસ્તારોમાં અગરિયાઓ દ્વારા મીઠું પકવવામાં આવી રહ્યું છે અને શિયાળાની ઠંડીમાં પાણીમાં પડ્યા રહી અને મીઠું પકવવામાં આવી રહ્યું છે અને ગુજરાતભરને મીઠું પૂરું પાડવામાં આવી રહ્યું છે. પરંતુ અગરિયાઓને રણમાં સુવિધા આપવા પાછળ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.
નેતાઓ માત્ર અગરિયાઓના પ્રશ્ન સાંભળવાના સ્થાને તેમનો મત માટે જ ઉપયોગ કરવામાં આવતા હોવાનો ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના રણના અગરિયાઓને પીવા માટે 15 દિવસે પાણી મળે છે. બીજી અગરિયાઓના બાળકોને શિક્ષણ માટેની કોઈ પૂરતી વ્યવસ્થા નથી. આ ઉપરાંત રણમાં સર્વે સેટલમેટના પ્રશ્નો વર્ષોથી છે. આ અંગે અનેક વખત સાંસદ સભ્યો ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ રણના અગરિયાઓના પ્રશ્ન હલ નથી થઈ રહ્યા અને તે હવે રણના અગરિયાઓના પ્રશ્નને લઈ અને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા લડત આપવાની તૈયારી દેખાડવામાં આવી છે. ટૂંક સમયમાં સુરેન્દ્રનગરના રણમાં અગરિયાઓ વચ્ચે ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો જશે અને પડતર પ્રશ્નને લઈ અને સરકાર સુધી રજૂઆત કરવામાં આવશે. રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નનો નિવેડો નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવાની તૈયારી પણ ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો દ્વારા દેખાડવામાં આવી છે.
રણના અગરિયાઓના આરોગ્ય સહિતના પ્રશ્નને લઈ અને અવાજ ઉઠાવવામાં આવશે અને ખેડૂત હિતરક્ષક સમિતિએ હવે સરકાર સુધી રજૂઆત કરવાની તૈયારી અગરિયાઓના મુદ્દે દેખાડી છે. દર વર્ષે નર્મદાનું પાણી ઓવરફ્લો થાય છે અને અગરિયાઓના પાટા ઉપર પાણી ફરી વળે છે લાખો રૂપિયાના મીઠાનું ધોવાણ થાય છે સૌથી જટિલ પ્રશ્નને પ્રથમ પ્રાધાન્યતા આપવામાં આવશે.
ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજકો દ્વારા હવે અગરિયાઓની લડત લડવાની તૈયારી દેખાડવામાં આવી છે. શિક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ મળે અને રણમાં સર્વે સેટલમેટના પ્રશ્નના નિરાકરણ આવે તે માટે હવે ખેડૂત રક્ષક સમિતિ મેદાને આવી છે. દર વર્ષે નર્મદાના પાણી રણમાં ફરી વળે છે, જેને લઇને અગરિયાઓના પાટાને વ્યાપક નુકસાન થાય છે અને તૈયાર મીઠું પાણીમાં ધોવાઈ જાય છે એટલે અગરિયાઓની મહેનત ઉપર પાણી ફરી વડે છે. નર્મદા વિભાગની આ બેદરકારી દર વર્ષે યથાવત રહેવા પામી છે અને લાખો રૂપિયાનું મીઠું પાણીમાં બરબાદ થઈ જાય છે. સૌ પ્રથમ નર્મદા વિભાગ દ્વારા ઓવરફ્લો કરવામાં આવતા પાણી મુદ્દે લડત આપવાની તૈયારી ખેડૂત રક્ષક સમિતિ દ્વારા દેખાડવામાં આવી છે.
આ પણ વાંચો:

