ETV Bharat / state

જૂનાગઢમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઇ, 14 લાખ કરતા વધારેનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ પોલીસે નકલી દારુ બનાવતા બે ઇસમો પૈકી એકને 14 લાખ કરતા વધારેના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

જૂનાગઢમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઇ
જૂનાગઢમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઇ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 6, 2026 at 12:50 PM IST

1 Min Read
Choose ETV Bharat

જૂૂનાગઢ: જૂનાગઢના આંબેડનગર વિસ્તારમાં દારુ બનાવતી નકલી ફેક્ટરી ઝડપાઇ છે. એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરતા શહેરના આંબેડકરનગર વિસ્તારમાં દારુ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. જૂનાગઢ પોલીસે નકલી દારુ બનાવતા બે ઇસમો પૈકી એકને 14 લાખ કરતા વધારેના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેમિકલમાંથી ઘરે જ બનતો હતો બ્રાન્ડેન્ડ દારુ

જૂનાગઢમાં એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રેડ કરતા કેમિકલયુક્ત નકલી દારુ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. જૂનાગઢ પોલીસે પ્રતાપ સોલંકી અને રઘુવીર સોલંકીના બંધ મકાનમાં તપાસ કરતા 1450 નકલી દારૂની બોટલ, 450 લીટર જોખમી કેમિકલ, દારુ પેક કરવાનું મશીન અને 1000થી વધારે નકલી સીલ કબ્જે કર્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન પોલીસે રઘુવીર સિંહ સોલંકી નામના એક શખ્સની ધરપકડ કરી હતી. જૂનાગઢ એ ડિવિઝન પોલીસે અલગ અલગ પ્રકારના કેમિકલ અને દારૂને મળતો આવતો રંગ સહિતનો સામાન જપ્ત કર્યો છે. આજના દિવસે આ સામાનની બજાર કિંમત 14 લાખ 3 હજાર 270 થવા જાય છે.

જૂનાગઢમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઇ
જૂનાગઢમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઇ (ETV Bharat Gujarat)

"ઘટનાસ્થળ પરથી રઘુવીર સોલંકી ઝડપાઇ ગયો છે જ્યારે તેમનો એક અન્ય સાથીદાર પ્રતાપ સોલંકી ઘટનાસ્થળ પર ના મળી આવતા તેને પકડવા જૂનાગઢ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે." વી.જે.સાવજ, PI, એ ડિવિઝન, જૂનાગઢ

પોલીસ તપાસ અનુસાર, આ શખ્સો બહારના રાજ્યમાંથી સફેદ રંગનું દુર્ગંધ મારતું કેમિકલ મંગાવતા હતા. આ કેમિકલમાં ઓલ્ડ મોંક જેવી બ્રાન્ડેડ ફ્લેવર લાવવા માટે ગોળની ચાસણી અને કૃત્રિમ રંગ ઉમેરવામાં આવતા હતા. આ મિશ્રણને બ્રાન્ડેડ બોટલમાં ભરીને નકલી સીલ લગાવીને વેચવામાં આવતી હતી. હાલ પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ પોલીસે નકલી દારૂની ફેક્ટરી સાથે એક શખ્સની ધરપકડ કરી
જૂનાગઢ પોલીસે નકલી દારૂની ફેક્ટરી સાથે એક શખ્સની ધરપકડ કરી (ETV Bharat Gujarat)

આ પણ વાંચો: