ETV Bharat / state

છત્રાલ GIDCમાં બનાવટી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, પોલીસે ₹1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

આ બાબતે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફેક્ટરીના માલિક જનકકુમાર ભાવસાર સામે જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

છત્રાલ GIDCમાં બનાવટી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, પોલીસે ₹1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
છત્રાલ GIDCમાં બનાવટી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, પોલીસે ₹1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 5, 2026 at 9:00 PM IST

1 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: કલોલ તાલુકાના છત્રાલ જીઆઈડીસીમાં બનાવટી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. હેપ્પી ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ નામની આ ફેક્ટરીમાંથી પામ ઓઈલ અને જાનલેવા કેમિકલનો આશરે ₹1.67 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ બનાવને લઈને બનાવટી ખાદ્ય પદાર્થો બનાવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.

મળતી માહિતી અનુસાર, ગાંધીનગર રેન્જ આઈજીની ટીમને બાતમી મળી હતી કે કલોલના છત્રાલ જીઆઈડીસીમાં બનાવટી ઘી બનાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે રેડ કરી હતી. દર મહિને આશરે 30 હજાર લિટર કેમિકલયુક્ત ઘી બનાવવામાં આવતું હતું, જે અલગ-અલગ પ્રોડક્ટ તરીકે વિવિધ કંપનીઓને સપ્લાય કરવામાં આવતું હતું. આ બાબતે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફેક્ટરીના માલિક જનકકુમાર ભાવસાર સામે જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

છત્રાલ GIDCમાં બનાવટી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, પોલીસે ₹1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો (ETV Bharat Gujarat)

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જનકકુમાર ભાવસાર અગાઉ આશરે દોઢ વર્ષ પહેલાં (વર્ષ ૨૦૨૪માં) પણ ભેળસેળયુક્ત ઘી બનાવતા પકડાયા હતા અને તેની સામે ગુનો નોંધાયો હતો. બનાવટી ઘી પકડાયા બાદ એફએસએસએઈ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. અલગ-અલગ પ્રોડક્ટના નમૂનાઓ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે હાલમાં હેપ્પી ઓઈલ ઇન્ડસ્ટ્રીઝમાંથી ₹1.67 કરોડની કિંમતનો શંકાસ્પદ પામ ઓઈલનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની રેડ દરમિયાન સામે આવ્યું હતું કે ફેક્ટરીમાં સામાન્ય પામ ઓઈલમાં આર.એમ. કેન્સર અને બી.ટી. નેગેટિવ જેવા શરીર માટે અત્યંત હાનિકારક કેમિકલ ભેળવવામાં આવતા હતા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પામ ઓઈલને દેશી ઘી જેવી સુગંધ અને ટેક્સચર આપવામાં આવતું હતું. ત્યારબાદ આ કેમિકલયુક્ત પ્રોડક્ટને અલગ-અલગ વેપારીઓને વેચવામાં આવતી હતી, જેને અસલી દેશી ઘી તરીકે બજારમાં વેચાતું હતું.