ETV Bharat / state

Exclusive: ભાવનગર લઠ્ઠાકાંડમાં દર્દીઓ માટે મહારાષ્ટ્રથી 100 ઇન્જેક્શન લવાયા, નકલી દારૂ કેવી રીતે જીવલેણ બને છે? ડોક્ટરે સમજાવ્યું

ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડૉ.ચિન્મય શાહે ETV ભારતની ખાસ વાતચીતમાં ઇથેનોલ અને મિથેનોલવાળા દારૂથી શરીરમાં શું નુકસાન થાય અને તેને બચાવવાના પ્રયત્નો જણાવ્યા.

નકલી દારૂ કેવી રીતે જીવલેણ બને છે? ડોક્ટરે સમજાવ્યું
નકલી દારૂ કેવી રીતે જીવલેણ બને છે? ડોક્ટરે સમજાવ્યું (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 24, 2026 at 9:29 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર: ભાવનગર જિલ્લામાં બનેલા લઠ્ઠાકાંડમાં 13 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. કેટલાક લોકોએ હોસ્પિટલમાં સારવાર પણ કરાવી છે. ઇથેનોલ અને મિથેનોલના મિશ્રણથી બનેલા દારૂના કારણે લોકોને બચાવવા ભાવનગરના સર.ટી હોસ્પિટલમાં ડોક્ટરોએ પૂરતી તાકાત લગાવી હતી. ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડૉ.ચિન્મય શાહ સાથે ETV ભારતની ટીમે ખાસ વાતચીત કરી હતી. ઇથેનોલ અને મિથેનોલવાળા દારૂથી શરીરમાં શું નુકસાન થાય અને તેને બચાવવા માટેના પ્રયત્નો શુ હોય? ચાલો જાણીએ વિગતે.

ભાવનગર મેડિકલ કોલેજના ડિને સમજાવ્યું નકલી દારૂ કેવી રીતે જીવલેણ બને છે?
ભાવનગર સર.ટી હોસ્પિટલમાં હજુ પણ મિથેનોલવાળા નકલી દારૂને કારણે અનેક દર્દીઓ સારવારમાં છે. ત્યારે મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે એવું હોય છે કે, અત્યારે જે ઘટના ઘટી તેમાં મિથેનોલનું પ્રમાણ વધારે હોય એટલે મિથેનોલથી ભેળવાયેલો દારૂ હોય, આમાં કોકટેલ બનાવ્યું હોય બધી વસ્તુ ભેગી કરીને. એટલે તેમાં મિથેનોલનું પ્રમાણ વધુ હોય એટલે શરીરમાં ફોલીનીક એસિડ (Folinic Acid) બને. સૌથી પહેલા તે ડેમેજ આંખને કરે એટલે તમને ધૂંધળું બતાવવાનું શરૂ થઈ જાય એટલે તમને ખબર પડે કંઈક લોચો છે.

નકલી દારૂ કેવી રીતે જીવલેણ બને છે? ડોક્ટરે સમજાવ્યું (ETV Bharat Gujarat)

લીવર અને કિડનીને નુકસાન કરે છે
ડૉ. ચિન્મય શાહે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ ટ્રીટમેન્ટ નથી કરતા તો તેનું તે મિક્ચર છે તે લીવરને ડેમેજ કરે. લીવરને ડેમેજ કરે એટલે આપણા એન્ઝાઈમ અને બધા અટકાતા બંધ થાય. લીવર એટલે આપણી શરીરની ફેક્ટરી કહેવાય જ્યાં કચરો સાફ થાય. લીવર ડેમેજ થાય એટલે કચરો સાફ થવાનું બંધ થઈ જાય. કચરો વધે એટલે મગજને અસર કરે છે. મગજમાં એન્સેફેલોપેથી થાય. જેવું એન્સેફેલોપેથી થાય એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે અને વેન્ટિલેટર ઉપર રાખવા પડે છે.

નકલી દારૂ કેવી રીતે જીવલેણ બને છે? ડોક્ટરે સમજાવ્યું
નકલી દારૂ કેવી રીતે જીવલેણ બને છે? ડોક્ટરે સમજાવ્યું (ETV Bharat Gujarat)

તેમણે વધુમાં કહ્યું કે, 'આ કિસ્સામાં આપણે શું કરતા હોઈએ મિથેનોલ વધારે હોય એટલે ઇથેનોલ આપીએ છીએ. અમારી ભાષામાં કોમ્પેટેટીવ ઈમીગ્રેશન કહેવાય. એટલે એ વધારે એટ્રેક્ટ કરે આ બધી વસ્તુઓને. મિથેનોલ સાથે જે ફોર્મિકેશન બન્યું હોય તે સિવાયના તત્વો હોય તેને બહારથી જે દવા આપીએ તે તેની સાથે સંયોજાય અને શરીરમાં નુકસાન ના કરે. એટલે અત્યારે જે કેસ આવે છે તેમાં આપણે એબીજી (ABG) મશીન દ્વારા તપાસ થાય અને એસિરોસિસ લાગે અને હિસ્ટ્રી હોય તો તેનો અર્થ એવો કે આ ભેળસેળવાળું હોઈ શકે.

ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 13 લોકોના મોત
ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 13 લોકોના મોત (ETV Bharat Gujarat)

ઇન્જેક્શન આપી કિડનીમામંથી પેશાબ દ્વારા ઝેરી કચરો બહાર કઢાય છે
વધુમાં જણાવ્યું હતું કે, એટલા માટે પહેલા ઇથેનોલ આપ્યું અને ત્યારબાદ ડાયાલિસિસ કારણ કે કિડની કામ કરતી ન હોય જે કચરો કાઢવાનું કામ કરે છે. એટલે એ કિડની કામ ન કરે એટલે ડાયાલિસિસ કરીએ છીએ પછી આપણે જે ઇન્જેક્શન આપીએ એટલે આપણી જે બીજી ટ્રીટમેન્ટ કરીએ તેનાથી 10 ગણા વધારે એક્ટિવ હોય જે તત્વોમાંથી છૂટું પાડી પેશાબ વાટે કચરો બહાર કાઢી દે છે. અને દર્દીના બચવાની સમસ્યા રહે છે.

ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડૉ.ચિન્મય શાહ
ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડૉ.ચિન્મય શાહ (ETV Bharat Gujarat)

વધુમાં કહ્યું કે, 'આપણે ઇથેનોલ આઈવી (IV) અને ઓરલ (Oral) પણ આપીએ શકીએ પણ આપણે ઓરલ આપતા હતા. આ તેનાથી પણ 10 ગણું વધારે ફોમેપીઝોલ (Fomepizole) એટલે ગુજરાત ભરમાંથી 10 મંગાવ્યા અને પછી જરૂર પડતાં મહારાષ્ટ્રથી 100 ઇન્જેક્શન મંગાવ્યા હતા, તે આપણે આપતા હતા. જે સ્પીડમાં ઈથેનોલ કામ કરે તેના કરતા 10 ગણું ઝડપી આ કામ કરતું હતું.

ભાવનગર મેડિકલ કોલેજ
ભાવનગર મેડિકલ કોલેજ (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. રાજ્યમાં ચાંદીપુરા બાદ સ્વાઇન ફ્લૂ વાયરસનો કહેર, ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી
  2. અમદાવાદ: લાલ દરવાજા મંદિરમાં ચોરી, 69 વર્ષીય વૃદ્ધનો મોંઘો iPhone સેરવાઈ ગયો, ઘટના CCTVમાં કેદ