ETV Bharat / state

પૂર્વ વનમંત્રી અને દિગ્ગજ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

મોહનસિંહ રાઠવા પાવી જેતપુર અને છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પરથી 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

પૂર્વ વનમંત્રી અને દિગ્ગજ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન
પૂર્વ વનમંત્રી અને દિગ્ગજ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન (X/@RMRathava)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 5, 2026 at 4:43 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: ગુજરાતના દિગ્ગજ રાજનેતા અને આદિવાસી સમાજના અગ્રણી નેતા તથા પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેઓ પાવી જેતપુર અને છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેઓ 10 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના નિધનથી ગુજરાતના રાજકીય જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોહનસિંહ રાઠવાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. X પર પોસ્ટ કરીને PM મોદીએ લખ્યું કે, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી મોહનસિંહ રાઠવાના અવસાનના સમાચારથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. ગુજરાત વિધાનસભામાં વર્ષો સુધી તેમની સાથે કાર્ય કરવાનો અવસર મળ્યો હતો. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, જનસેવા અને લોકહિત પ્રત્યેની તેમની નિષ્ઠા તથા યોગદાન હંમેશાં યાદ રહેશે. ઈશ્વર સદ્ગત આત્માને ચિરશાંતિ અર્પે તથા તેમના શોકસંતપ્ત પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના. ૐ શાંતિ…!!

તો ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ મોહનસિંહ રાઠવાના નિધન પર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. X પર તેમણે લખ્યું કે, સત્તર વર્ષ સુધી જેમના સાથે વિધાનસભાના સભ્ય તરીકે કામ કર્યું હતું અને ગુજરાત સરકારની કેબિનેટમાં સાથી મંત્રી તરીકે પણ સેવા કરી હતી તેવા મારા આત્મીય મિત્ર શ્રી મોહનસિંહભાઈ રાઠવાના અવસાનના સમાચાર દુઃખદાયી છે. સ્વ શ્રી મોહનસિંહભાઈ અભ્યાસુ અને જાગૃત ધારાસભ્ય તરીકે વિધાનસભામાં યોગદાન આપતા હતા . તેઓ સાથેની મારી મુલાકાતોની યાદો ચિરંજીવી રહેશે. સદગતને શ્રદ્ધા સુમન સમર્પિત કરુ છું.

આ પણ વાંચો:

  1. ભારતના યુવાનો મેડ ઇન ઇન્ડિયા ચિપ્સ સાથે AI, રોબોટિક્સ અને નેક્સ્ટ-જનન ટેક ક્રાંતિને ઊર્જા આપશે: PM મોદી
  2. તાપી: કોંગ્રેસના માજી ધારાસભ્ય સુનિલ ગામીતનું હાર્ટ એટેકથી અવસાન