ETV Bharat / state

પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ મળતા દોડધામ, પોલીસે શરુ કરી તપાસ

નજીકમાં આવેલી જનસેવા કેન્દ્ર અને કોર્ટ સંકુલ પણ ખાલી કરાવી દેવામાં આવ્યું છે.

પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ મળતા દોડધામ, પોલીસે શરુ કરી તપાસ
પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ મળતા દોડધામ, પોલીસે શરુ કરી તપાસ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 7, 2026 at 3:47 PM IST

2 Min Read
Choose ETV Bharat

બનાસકાંઠા: પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા તત્કાલિક કલેકટર કચેરીને ખાલી કરી દેવામાં આવી છે. તમામ અધિકારી અને કર્મચારીઓને કલેકટર કચેરી સંકુલ બહાર નીકાળી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં નજીકમાં આવેલી જનસેવા કેન્દ્ર અને કોર્ટ સંકુલ પણ ખાલી કરાવી દેવામાં આવ્યું છે.

પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો. મેઈલ મળ્યા બાદ તાત્કાલિક કલેક્ટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે દ્વારા બોમ્બ સ્કોર્ડ ડોગ સ્કોર્ડની મદદથી કલેક્ટર કચેરીને સંપૂર્ણ ઘેરી લઈ અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે કલેક્ટરને ઈમેઈલ ઉપર આ ધમકી ભર્યો મેલ મળ્યો હતો. અલગ અલગ જગ્યાએ છ જેટલા બોમ્બ ફીટ કર્યા હોવાનું મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં કલેકટર કચેરીમાં પોલીસ કર્મચારીઓ સહિત બોમ્બ સ્કોર્ડના અધિકારીઓ તપાસમાં લાગ્યા છે.

પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ મળતા દોડધામ, પોલીસે શરુ કરી તપાસ (ETV Bharat Gujarat)

ધમકી ભર્યો મેલ મળ્યા બાદ હાલમાં કલેકટર કચેરી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. જે પ્રમાણે મેલમાં ઉલ્લેખ કરવામાં આવે છે તે પ્રમાણે ઝીણવટભરી તપાસ કલેક્ટર કચેરીમાં કરવામાં આવી રહી છે. સુરક્ષાના ભાગરૂપે નજદીકમાં આવેલ જનસેવા કેન્દ્રના તમામ સ્ટાફને પણ રજા આપી દેવામાં આવી છે અને જનસેવા કેન્દ્ર પણ ખાલી કરી દેવામાં આવ્યું છે. સાથે જ જોરાવર પેલેસમાં આવેલી કોર્ટની તમામ કામગીરી બંધ કરવામાં આવેલી છે. કોર્ટ સંકુલ પણ હાલ બંધ કરી દેવાયું છે એટલે કે ક્યાંકને ક્યાંક સુરક્ષાના ભાગરૂપે હાલે પોલીસ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.

પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ મળતા દોડધામ, પોલીસે શરુ કરી તપાસ
પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ મળતા દોડધામ, પોલીસે શરુ કરી તપાસ (ETV Bharat Gujarat)

બીજી તરફ પાલનપુર કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ કલેકટર કચેરી ખાતે હાલ હાજર જોવા મળી રહી છે. એસપી, Dysp, પીઆઇ સહિતનો કાફલો કલેકટર કચેરી ખાતે ખડકાયો છે. કલેક્ટર કચેરીની સુરક્ષાના ભાગરૂપે મુખ્ય બંને ગેટ હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે.

પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ મળતા દોડધામ, પોલીસે શરુ કરી તપાસ
પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ મળતા દોડધામ, પોલીસે શરુ કરી તપાસ (ETV Bharat Gujarat)

જોરાવર પેલેસ સંકુલ તરફ આવતા તમામ વાહનો ઉપર પણ અત્યારે રોક લગાવી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે બાબતની તમામ તકેદારી હાલ રાખવામાં આવી રહી છે. આકસ્મિક કોઈ ઘટના બને ત્યારે તાત્કાલિક સારવાર મળે તે માટે હાલમાં એમ્બ્યુલન્સ પણ કલેક્ટર કચેરી બહાર છે ઉભી રાખવામાં આવી છે. જે પ્રમાણે મેલમાં અલગ અલગ જગ્યાએ બોમ્બ ફીટ કરાયા હોવાની ધમકી આપવામાં આવી છે એટલે સંપૂર્ણ કલેક્ટર કચેરીમાં બોમ્બ સ્કોર્ડની ટીમ તપાસ કરી રહી છે. હાલમાં તમામ કર્મચારી અધિકારીઓને કચેરી બહાર કાઢીને કચેરીઓનો કબજો પોલીસે લઈ લીધો છે અને સુરક્ષાને લઈ તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: