ETV Bharat / state

રાજ્યમાં ઇદે મિલાદની ઉજવણી, અમદાવાદ અને પાલનપુરમાં ભવ્ય જુલૂસ નીકળ્યું

ઇદે મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતભરમાં ધાર્મિક આસ્થા અને ભાઇચારાનો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યમાં ઇદે મિલાદની ઉજવણી
રાજ્યમાં ઇદે મિલાદની ઉજવણી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 26, 2026 at 8:48 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: ઇદે મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતભરમાં ધાર્મિક આસ્થા અને ભાઇચારાનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઇદેમિલાદના પર્વ પર જુલૂસ કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

અમદાવાદમાં ઇદે મિલાદની ઉજવણી

ઇસ્લામિક કેલેન્ડર મુજબ રબીઉલ અવ્વલ મહિનાની 12મી તારીખે પયગમ્બર સાહેબનો જન્મ થયો હતો. અમદાવાદ શહેરમાં ઈદે મિલાદનું ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું. ઇદે મિલાદના પર્વ નિમિત્તે અમદાવાદના મેયર, પોલીસ કમિશનર અને જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ સહિતના મહાનુભાવો સામેલ થયા હતા.

અમદાવાદના જમાલપુર દરવાજાથી ભવ્ય જુલૂસની શરૂઆત થઇ હતી. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજે શુભકામનાઓ પાઠવી હતી અને લોકોને ઇદે મિલાદની શુભેચ્છા આપી હતી.

રાજ્યમાં ઇદે મિલાદની ઉજવણી (ETV Bharat Gujarat)

ઈદે મીલાદુન નબી સેન્ટ્રલ કમિટીના ચેરમેન તસ્નીમ આલમ બાબા તિર્મીઝીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદે મિલાદુન નબીનુ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું. જમાલપુરથી લાખોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા. અમે હજરત મોહમ્મદના સંદેશાઓને લોકો સુધી પહોંચાડ્યા હતા.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આજે પયગમ્બર સાહેબનો જન્મદિવસ છે એટલે અમે બધા પોલીસ પરિવાર તરફથી લોકોને પયગમ્બર સાહેબના જન્મદિવસની શુભકામના પાઠવીએ છીએ. ખુબ જ સુંદર અને ભાઈચારાના દ્રશ્ય અહીં જોવા મળ્યા છે. રથયાત્રા હોય મોહર્રમ હોય કે ઈદે મિલાદ બધામાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળે છે અને અમે એકબીજાના તહેવારોમાં સામેલ થઈએ છીએ.

ઇદે મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતભરમાં ધાર્મિક આસ્થા અને ભાઇચારાનો માહોલ જોવા મળ્યો હતો
ઇદે મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતભરમાં ધાર્મિક આસ્થા અને ભાઇચારાનો માહોલ જોવા મળ્યો હતો (ETV Bharat Gujarat)

પાલનપુરમાં પણ ઉજવણીનો માહોલ

પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઈદે મિલાદ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો અને જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરની મદીના પાર્ક સોસાયટીમાં આવેલી મસ્જીદે હસ્નૈનથી જુલૂસની શરૂઆત થઈ હતી જેમાં મુસ્લિમ બિરદારો નાત પઢી અને નારા બોલાવતા બોલાવતા જુલૂસમાં સામેલ થયા હતા. પાલનપુરમાં નીકળેલા ઈદે મિલાદના જુલૂસમાં નાના બાળકો પરંપરાગત ઇસ્લામી લિબાસમાં જોવા મળ્યા હતા.

રાજ્યમાં ઇદે મિલાદની ઉજવણી (ETV Bharat Gujarat)

આ પણ વાંચો: