ETV Bharat / state

રાજકોટના 4 વર્ષથી ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઈ, લાખોના ઝેરી મુદ્દામાલ સાથે બે ભાઈઓની ધરપકડ

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બંને ભાઈઓ વર્ષ 2022થી પાન મસાલાનો હોલસેલ ધંધો કરે છે.

રાજકોટના 4 વર્ષથી ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઈ
રાજકોટના 4 વર્ષથી ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઈ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 28, 2026 at 10:13 PM IST

|

Updated : August 29, 2026 at 2:56 PM IST

1 Min Read
Choose ETV Bharat

રાજકોટ: ફાકી અને તમાકુ ખાવાના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. તમે જે તમાકુ મોંમાં નાખો છો તે કેન્સરની ગેરેન્ટીવાળી ઝેરી તમાકુ હોઈ શકે છે. રાજકોટ SOG ટીમે લાતી પ્લોટમાંથી ડુપ્લીકેટ તમાકુ બનાવતી ગેરકાયદે ફેક્ટરી ઝડપી પાડી બે વેપારી ભાઈઓની ધરપકડ કરી છે.

પોલીસ તરફથી અપાયેલી પ્રેસ નોટ મુજબ SOG PIને બાતમી મળી હતી કે કુવાડવા રોડ, લાતી પ્લોટ શેરી નં.11 માં ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન થાય છે. બાતમીના આધારે ASI રાજેશભાઈ બાળા, સિદ્ધરાજસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ સ્નેહભાઈ ભાદરકા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી હિરેન કાંતીલાલ સોનેજી અને રાજુ કાંતીલાલ સોનેજી બંને સગા ભાઈઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

રાજકોટના 4 વર્ષથી ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઈ (ETV Bharat Gujarat)

પોલીસે ગોડાઉનમાંથી ગોલ્ડ, બ્લેક, સિલ્વર તમાકુના 500 ગ્રામ અને 200 ગ્રામના પેકેટો, લાલ-સફેદ ખાલી ડબ્બીઓ, આશરે 40 કિલો ખુલ્લી તમાકુ, 150 લીટર લાઈટ લીક્વીડ પેરાફીન ઓઈલ, સુગંધિત પરફ્યુમ ભરેલા એલ્યુમિનિયમ કેન, બે ગ્રાઇન્ડર મશીન, ઈલેક્ટ્રિક મોટર અને કથ્થઈ કલરનો પાઉડર સહિતનો લાખોનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ફેક્ટરીને સીલ કરી દીધી છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બંને ભાઈઓ વર્ષ 2022થી પાન મસાલાનો હોલસેલ ધંધો કરે છે. તેઓ જેતપુરથી ઇમ્તિયાઝ નામના શખ્સ પાસેથી માત્ર 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાચી અને હલકી તમાકુ લાવતા હતા.

રાજકોટના 4 વર્ષથી ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઈ
રાજકોટના 4 વર્ષથી ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઈ (ETV Bharat Gujarat)

ત્યારબાદ ગોડાઉનમાં તેમાં બાગબાન 135, 300 જેવી બ્રાન્ડનો ટેસ્ટ લાવવા માટે ખતરનાક કેમિકલ, પેરાફીન ઓઈલ અને સુગંધિત પરફ્યુમ ભેળવીને ઓરિજિનલ જેવી બનાવતા હતા અને બજાર ભાવ કરતા ઓછા ભાવે છૂટક વેપારીઓને વેચી દેતા હતા. જે સીધું લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે. હાલ બંને આરોપીઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટીના લાયસન્સ વગર ગેરકાયદે ઉત્પાદન અને વેચાણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. દેશની સરહદ પર સુરક્ષા કરતા જવાનો સાથે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ઉજવ્યું રક્ષાબંધન પર્વ
  2. નવસારીના ધોલાઈ, ઉનાના નવાબંદરે હજારો દરિયાખેડૂઓએ ઉત્સાહભેર ઉજવી નારિયેળી પૂનમ
Last Updated : August 29, 2026 at 2:56 PM IST