ETV Bharat / state

અમદાવાદના SG હાઇવે પર ડમ્પર ચાલકે અનેક લોકોના જીવ જોખમમાં મુક્યા, વીડિયો વાયરલ થયા બાદ અટકાયત

અમદાવાદના SG હાઇવે પર ડમ્પર ચાલકની બેદરકારીનો વીડિયો સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદના SG હાઇવે પર ડમ્પર ચાલકે અનેક લોકોના જીવ જોખમમાં મુક્યા
અમદાવાદના SG હાઇવે પર ડમ્પર ચાલકે અનેક લોકોના જીવ જોખમમાં મુક્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 4, 2026 at 4:27 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદના SG હાઇવે પર ડમ્પર ચાલકની બેદરકારીનો વીડિયો સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા SG હાઇવે પર ડમ્પર ચાલકે સ્કોર્પિયો વાહનને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ચાલકે વાહન રોકવાને બદલે ત્યાંથી ફરાર થઇ ગયો હતો જેને કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

બેફામ રીતે વાહન ચલાવતા ડમ્પર ચાલકનો વીડિયો વાયરલ

શહેરમાં SG હાઇવે પર બેફામ રીતે ડમ્પર ચલાવતા વાહન ચાલકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ડમ્પર ચાલકનો પીછો કરીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચાલક કોઇની પરવા કર્યા વગર ડમ્પર લઇને આગળ વધતો હતો. ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ પણ હરકતમાં આવી હતી અને ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચાલક પોલીસના કોઇ ડર વગર જ વાહનને રોંગ સાઇડમાં બેફામ રીતે હંકારતો રહ્યો હતો જેને કારણે અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આ સમગ્ર ઘટના રસ્તા પર ચાલતા શખ્સના કેમેરામાં કેદ થઇ હતી જે બાદ આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

અમદાવાદના SG હાઇવે પર ડમ્પર ચાલકે અનેક લોકોના જીવ જોખમમાં મુક્યા (ETV Bharat Gujarat)

આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી ડમ્પર ચાલકની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

SG1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. એ.બી.મોરીએ જણાવ્યું હતું કે, પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આરોપી સામે BNS, કલમ 281 તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: