ETV Bharat / state

ઈડરમાં ડબલ મર્ડરની ઘટના: 8 વર્ષના બાળકની હત્યામાં આરોપીની પૂછપરછમાં વર્ષ પહેલા મોટા ભાઈની હત્યાનો ભેદ ખૂલ્યો

સાબરકાંઠાના ઇડરના સમલાપુર ગામમાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે.

ઈડરમાં ડબલ મર્ડરની ઘટના
ઈડરમાં ડબલ મર્ડરની ઘટના (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 25, 2026 at 7:10 PM IST

1 Min Read
Choose ETV Bharat

હિંમતનગર: સાબરકાંઠાના ઇડરના સમલાપુર ગામમાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. રવિવારે ગુમ થયેલા માસુમ બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. શંકાના આધારે ઝડપાયેલા આરોપીએ પોલીસ સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી છે. આરોપીએ માત્ર માસુમ બાળક જ નહીં પણ એક વર્ષ પહેલા તેના મોટાભાઇની હત્યા કરી હોવાની પણ કબૂલાત કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઇડર પોલીસે બે હત્યાનો ભેદ ઉકેલ્યો

ઇડરનું સમલાપુરમાં રવિવારે અરવિંદજી ઠાકોરના નાના દીકરા કેવલજીનું અચાનક અપહરણ થતાં પરિવારે તરત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. અરવિંદજી ઠાકોર ગામમાં ચાર મકાનના ખુલ્લા પ્લોટ પૈકી એક પ્લોટ વેચાણ લેવા સાવનજી ઠાકોર નામનો શખ્સ અવાર નવાર દબાણ કરતો હતો. સાથે જ પ્લોટ વેચાણે ન આપવા જેવી બાબતે વારંવાર ઝઘડા પણ થતા હતા. આ ઘટનાની ગંભીરતા જોઇ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગામના જ સાવનજી ઠાકોરની શંકાના આધારે અટકાયત કરીને કડક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે આરોપીની કડકાઇથી પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે.

ઈડરમાં ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો (ETV Bharat Gujarat)

આરોપીએ ડબલ મર્ડરનો ગુનો કબુલ્યો

ઇડર પોલીસની પૂછપરછમાં આરોપી સાવનજી ભાંગી પડ્યો હતો અને પોલીસ સમક્ષ આરોપ કબુલી લીધા હતા. સાવનજીની કબૂલાત મુજબ, પ્લોટ વેચાણ લેવા જેવી બાબતને લઇને તેની દાનત બગડી હતી. આ જ વિવાદમાં તેણે અરવિંદજીના બન્ને માસૂમ દીકરાઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ગત વર્ષે ગામ પાસેથી પસાર થતી ડેભોલ નદીમાંથી અરવિંદજીના મોટા પુત્ર અમિતજી ઠાકોરનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેને અત્યાર સુધી અકસ્માત કે અન્ય કારણ માનવામાં આવતું હતું પરંતુ તે પણ સાવનજીની ક્રૂરતાનો ભોગ બન્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

એક વર્ષમાં બે દીકરાઓ ગુમાવનાર અરવિંદજી ઠાકોરના પરિવાર ઉપર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. ઇડર પોલીસે આરોપીને ઝડપી લઇ રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: