ETV Bharat / state

ખંડણી કેસમાં કીર્તિ પટેલ સાથે સહ આરોપી દિવ્યા સાવલાણીને મળ્યા જામીન

દિવ્યા સાવલાણીને બુધવારે સાંજે રિમાન્ડ પૂર્ણ થતા તાલુકા પોલીસે વધુ રિમાન્ડ માટે જુનાગઢ કોર્ટમાં ફરીથી રજૂ કરી હતી જ્યાં કોર્ટે તેને જામીન આપ્યા હતા

ખંડણી કેસમાં દિવ્યા સાવલાણીને જામીન
ખંડણી કેસમાં દિવ્યા સાવલાણીને જામીન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 25, 2026 at 8:59 PM IST

1 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: બલિયાવડના યુવાનને સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો દૂર કરવાને લઈને બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપનાર કીર્તિ પટેલની સાથે સહ-આરોપી દિવ્યા સાવલાણીએ સમાધાન માટે 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાની પોલીસ ફરિયાદ જેતપુર પોલીસ મથકમાં ઝીરો નંબરથી દાખલ થઈ હતી તેમાં બીજા નંબરના આરોપી દિવ્યા સાવલાણીને 24 ફેબ્રુઆરીએ જુનાગઢ તાલુકા પોલીસે કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ત્યારબાદ આજે ફરીથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને જામીન પર મુક્ત કરવાનો જુનાગઢ કોર્ટે હુકમ કર્યો છે.

દિવ્યા સાવલાણીને બુધવારે સાંજે રિમાન્ડ પૂર્ણ થતા તાલુકા પોલીસે વધુ રિમાન્ડ માટે જુનાગઢ કોર્ટમાં ફરીથી રજૂ કરી હતી જ્યાં આરોપી અને ફરિયાદી પક્ષના વકીલોની દલીલોને ધ્યાને રાખીને જુનાગઢ જિલ્લા કોર્ટે આરોપી દિવ્યા સાવલાણીને 25 હજારના જામીન અને આટલી જ રકમના મુચલકા સાથે જામીન આપ્યા છે.

દિવ્યા સાવલાણીને બુધવારે સાંજે રિમાન્ડ પૂર્ણ થતા તાલુકા પોલીસે વધુ રિમાન્ડ માટે જુનાગઢ કોર્ટમાં ફરીથી રજૂ કરી હતી જ્યાં કોર્ટે તેને જામીન આપ્યા હતા (ETV Bharat Gujarat)

સાથે જ કોર્ટે કેટલીક શરતો પણ મૂકી છે જે અંતર્ગત નિયમિત કોર્ટમાં હાજર રહેવું, હંગામી કે કાયમી સરનામું તેમજ મોબાઈલ નંબર કોર્ટમાં આધાર પુરાવા સાથે રજૂ કરવા અને તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી ફરિયાદી પક્ષના સાક્ષી કે અન્ય કોઈ પણ લોકોને હેરાનગતિ કે ધમકાવવા નહીં, દરેક મુદ્દતે કોર્ટમાં નિયમિત હાજર રહેવું, ચાર્જશીટ ન થાય ત્યાં સુધી નિયમિત રીતે પોલીસ સ્ટેશનમાં હાજરી આપી ફરીથી આ પ્રકારનો ગુનો ન થાય તેની ખૂબ કાળજી રાખવી અને તપાસમાં જોડાયેલા અધિકારીઓને સહકાર આપવો કોર્ટ ની પરવાનગી વગર રાજ્ય બહાર ન જવું અને પાસપોર્ટ ધરાવતા હોય તો દિવસ ત્રણમાં પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો શામેલ છે.

અગાઉ મુખ્ય આરોપ કીર્તિ પટેલને 24 ફેબ્રુઆરીએ આ ખંડણી કેસમાં કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવી હતી. જોકે, હજુ તેના પર બીજા બે ગુનાઓ નોંધાયેલા છે.

આ પણ વાંચો: