ETV Bharat / state

ભાવનગરથી નવી મુંબઈ હવે 2 કલાકથી ઓછા સમયમાં પહોંચાશે, ઈન્ડિગો આ તારીખથી શરૂ કરશે સીધી ફ્લાઈટ

ભાવનગર ઇન્ડિગોનું 97મું ડોમેસ્ટિક ડેસ્ટિનેશન અને 142મું એકંદર સ્ટેશન બન્યું છે.

ઈન્ડિગો વિમાનની તસવીર
ઈન્ડિગો વિમાનની તસવીર (ANI)
author img

By ANI

Published : February 26, 2026 at 12:36 PM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: ભારતની અગ્રણી ડોમેસ્ટિક કેરિયર કંપની ઇન્ડિગોએ બુધવારે ભાવનગરને નવી મુંબઈ સાથે જોડતી 14 સાપ્તાહિક સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી, જે 29 માર્ચ, 2026 થી શરૂ થશે.

એક સત્તાવાર જાહેરાત અનુસાર, આ ઉમેરા સાથે, ભાવનગર ઇન્ડિગોનું 97મું ડોમેસ્ટિક ડેસ્ટિનેશન અને 142મું એકંદર સ્ટેશન બન્યું છે. એરલાઇને ભાર મૂક્યો કે આ વિસ્તરણ તેના સ્થાનિક નેટવર્કને વધુ મજબૂત બનાવે છે અને સમગ્ર પશ્ચિમ ભારતમાં પ્રાદેશિક જોડાણને વધારે છે.

ભાવનગર સૌરાષ્ટ્રમાં વેપાર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર
એરલાઇને વધુમાં ઉલ્લેખ કર્યો છે કે, ભાવનગર સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં વેપાર માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે અને ઉત્પાદન, જહાજ તોડવા, મીઠાનું ઉત્પાદન અને હીરા જેવા ક્ષેત્રોમાં મજબૂત હાજરી જાળવી રાખે છે. કંપનીએ ભાર પૂર્વક જણાવ્યું કે, નવી એર કનેક્ટિવિટી લોકો અને માલસામાનની ઝડપી ડિલિવરીને ટેકો આપવાની, વેપાર અને રોકાણને સરળ બનાવવાની અને પ્રવાસીઓને ભારતના ફાઈનાન્સ કેપિટલ અને અન્ય સ્થળોએ સીમલેસ ઍક્સેસ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.

ઇન્ડિગોના ગ્લોબલ સેલ્સ હેડ, વિનય મલ્હોત્રાએ ઉલ્લેખ કર્યો હતો કે, એરલાઇનના વધતા સ્થાનિક નેટવર્કમાં ભાવનગરના ઉમેરા સાથે, ઇન્ડિગો હવે ગુજરાતના પાંચ એરપોર્ટ પર અને ત્યાંથી ફ્લાઇટ્સ ચલાવે છે. આમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને હવે ભાવનગરનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાં 5 એરપોર્ટથી ઈન્ડિગોની ફ્લાઈડની ઉડાન
ઇન્ડિગોના ગ્લોબલ સેલ્સ હેડ, વિનય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, "ભાવનગરના અમારા નવા ડોમેસ્ટિક નેટવર્કમાં ઉમેરા સાથે, ઇન્ડિગો હવે ગુજરાતના પાંચ એરપોર્ટ, એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને હવે ભાવનગરથી ઉડાન ભરે છે. નવી મુંબઈની નવી સેવા આ ઔદ્યોગિક રીતે મહત્વપૂર્ણ શહેરને ઇન્ડિગોના વ્યાપક ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશનલ નેટવર્ક સાથે જોડશે, જે સમગ્ર પ્રદેશમાં વેપાર અને આર્થિક વિકાસને વેગ આપશે. જેમ જેમ અમે અમારા નેટવર્કનો વિસ્તાર કરવાનું ચાલુ રાખીએ છીએ, તેમ તેમ આવા રૂટ હવાઈ મુસાફરીને વધુ સુલભ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે."

ઇન્ડિગોના જણાવ્યા અનુસાર, ભાવનગર માટે ફ્લાઇટ્સ શરૂ કરવાવું એ એરલાઇનનું પ્રાદેશિક એર કનેક્ટિવિટી સુધારવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચવે છે. દિવસમાં બે વાર ફ્રીક્વન્સી સાથે, આ નવો રૂટ રોજિંદા મુસાફરીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે જાહેર કરાયો છે જે સસ્તું ભાડું ઓફર કરે છે.

ભાવનગર-નવી મુંબઈ ફ્લાઈટનું શેડ્યૂલ
29 માર્ચ, 2026થી શરૂ થનારી સત્તાવાર ફ્લાઇટ શેડ્યૂલ મુજબ, ઇન્ડિગો ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દૈનિક સીધી ફ્લાઇટ્સનું સંચાલન કરશે. ભાવનગરથી સવારની સેવા (Flight 6E 7022) 08:35 વાગ્યે ઉપડશે અને 09:35 વાગ્યે પહોંચશે, જ્યારે સાંજની ફ્લાઇટ (Flight 6E 7082) 20:50 વાગ્યે ઉપડશે અને 21:55 વાગ્યે પહોંચશે.

રિટર્ન સેક્ટર માટે નવી મુંબઈથી ભાવનગર દૈનિક સવારની ફ્લાઇટ (6E 7021) 07:10 વાગ્યે ઉપડશે અને 08:15 વાગ્યે પહોંચશે, દૈનિક સાંજની ફ્લાઈટ (6E 7081) 19:25 વાગ્યે ઉપડશે અને 20:30 વાગ્યે પહોંચશે.

આ પણ વાંચો:

  1. ઈટીવી ભારતના એક સવાલથી ઉભી થઈ ભાવનગર મનપાની ઢળી પડેલી ખજૂરી, ગાર્ડન વિભાગ વૃક્ષો પાછળ ખર્ચે છે આટલા પૈસા
  2. ભાવનગરના ભૂમિપુત્રની કમાલ, બ્રોકલી અને જાંબલી કોબીનું કર્યુ સફળ વાવેતર