જુનાગઢના માણાવદરમાં દબાણ હટાવો કામગીરી, મામલતદારે ગેરકાયદે દબાણકર્તાઓ સામે લીધું બુલડોઝર એક્શન
દબાણની સ્થિતિને ધ્યાને રાખીને બે વખત જે આસામીઓ દ્વારા નગરપાલિકાની મિલકત અને માર્ગ પર દબાણ કર્યું હતું, તેને દૂર કરવાની નોટિસ પણ પાઠવવામાં આવી હતી.

Published : June 12, 2026 at 7:27 AM IST
|Updated : June 12, 2026 at 9:54 AM IST
જુનાગઢ: માણાવદરમાં ગુરૂવારે મામલતદાર નગરપાલિકા સીટી સર્વે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને પણ દબાણ હટાવો ઝુંબેશ મહત્વપુર્ણ માનવામાં આવે છે.
મામલતદારે આપેલી વિગતો અનુસાર માણાવદરથી બાટવા અને ત્યાંથી પોરબંદર જવાના શહેર માંથી પસાર થતા માર્ગને દબાણ મુક્ત કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી જેથી તમામ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે, જે આગામી 24 કલાક સુધી પણ ચાલે તેવી પૂરી શક્યતાઓ છે.
માણાવદરમાં દબાણ હટાવ ઝુંબેશ
માણાવદર નગરપાલિકા વિસ્તારમાં મામલતદાર, નગરપાલિકા સીટી સર્વે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ખાસ ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને દબાણ હટાવો ઝુંબેશ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સાથે સાથે જુનાગઢથી પોરબંદર જવાના રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ માણાવદર શહેર અને બાટવામાં માંથી પસાર થતો હોય છે. જુનાગઢ થી પોરબંદર જતી માર્ગ વાહન વ્યવહાર નિગમની બસ અને અન્ય વાહનો પણ માણાવદર અને બાટવા શહેર માંથી પસાર થઈને રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પોરબંદર જતા હોય છે, આવી સ્થિતિમાં માણાવદર શહેરની અંદર દબાણને કારણે વાહનોની ગીચતા પણ ખૂબ મુશ્કેલી ઊભી કરી રહી હતી, સાથે સાથે માણાવદર શહેરમાંથી પસાર થવા માટેના રોડ પર અનેક અકસ્માતો પણ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે. ત્યારે માર્ગ વધુ પહોળા બને અને વાહન વ્યવહાર સરળતાથી બને તે માટે સંયુક્ત રીતે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

ક્યાં ક્યાથી દબાણ હટાવાયા ?
માણાવદરના મામલતદાર મહેશ શુક્લા એ દબાણ હટાવ ઝુંબેશને લઈને વિગતો આપતા જણાવ્યું હતું કે, મામલતદારની સાથે નગરપાલિકા સીટી સર્વે અને માર્ગ અને મકાન વિભાગની ટીમો દ્વારા માણાવદર શહેરના બસ સ્ટેશન વિસ્તાર, સિનેમા ચોક અને ગાયત્રી મંદિર કે જ્યાં દિવસ દરમિયાન મોટાભાગનો ટ્રાફિક જોવા મળે છે. વધુમાં આ જ વિસ્તાર માંથી એસટીની બસો અને અન્ય વાહનો પણ પસાર થતા હોય છે, ત્યારે આ વિસ્તારને દબાણથી મુક્ત કરાવવો ખૂબ જરૂરી હતો.

દબાણની સ્થિતિને ધ્યાને રાખીને બે વખત જે આસામીઓ દ્વારા નગરપાલિકાની મિલકત અને માર્ગ પર દબાણ કર્યું હતું, તેને દૂર કરવાની નોટિસ પણ પાઠવવામાં આવી હતી. કેટલાક દબાણ કર્તાઓએ નોટિસ મળતા તેમના દબાણો સ્વયમ જાતે દૂર કર્યા હતા પરંતુ કેટલાક દબાણ કરતાંઓ દ્વારા બે નોટિસ ની અમલવારી નહીં થતા આજે ચારેય સરકારી વિભાગ ની ટીમો બનાવીને દબાણને દૂર કરવાની કામગીરી શરૂ કરી છે જે આજે (શુક્રવાર) સાંજ સુધી ચાલે તેવી પણ પૂરી શક્યતા છે.

