ETV Bharat / state

દાહોદમાં ફાગોત્સવની ભવ્ય ઉજવણી, 32 મહિલા મંડળે ભાગ લીધો

તમામ સમાજની મહિલાઓ પોતાના ગ્રૂપ સાથે હોળીના ગીતો ઉપર નૃત્ય પ્રસ્તુતિ કરે છે.

દાહોદમાં ફાગોત્સવની ભવ્ય ઉજવણી
દાહોદમાં ફાગોત્સવની ભવ્ય ઉજવણી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 1, 2026 at 6:56 PM IST

1 Min Read
Choose ETV Bharat

દાહોદ : જિલ્લામાં હોળીનો તહેવાર એટલે ખૂબ ધામધૂમ તેમજ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. વિવિધ મેળાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બનતા હૉય છે. હોળી પહેલા જ કેટલાય દિવસોથી અલગ અલગ કાર્યક્રમો થતાં હોય છે. જેમાં શનિવારે વુમનીયા ગ્રૂપ દ્વારા સતત 13માં વર્ષે ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક સમાજની બહેનો પોતાના ગ્રૂપ સાથે ભાગ લે છે.

સમગ્ર જિલ્લામાંથી આવતા ગ્રૂપ એકબીજાને મળે અને સામાજિક સમરસ્તા સાથે હોળીનો તહેવાર ઉત્સાહભેર ઉજવી શકાય તે માટે દર વર્ષે આ કાર્યક્ર્મનું આયોજન થાય છે. જેમાં તમામ સમાજની મહિલાઓ પોતાના ગ્રૂપ સાથે હોળીના ગીતો ઉપર નૃત્ય પ્રસ્તુતિ કરે છે અને મહિલાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે.

દાહોદમાં ફાગોત્સવની ભવ્ય ઉજવણી (ETV Bharat Gujarat)

શનિવારે યોજાયેલા ફાગોત્સવમાં અલગ અલગ સમાજની 32 જેટલા મહિલા મંડળે ભાગ લીધો હતો અને અલગ અલગ વેશભૂષા સાથે ફાગગીતો, ફાગ રસિયાની રમઝટ સાથે અલગ અલગ થીમ ઉપર નૃત્ય પ્રસ્તુતિ કરી હતી, તો સાથે રાધાકૃષ્ણની વેશભૂષામાં પણ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.

32 મહિલા મંડળે ભાગ લીધો
32 મહિલા મંડળે ભાગ લીધો (ETV Bharat Gujarat)

અબીલ ગુલાલની છોળો તેમજ પુષ્પવર્ષા સાથે ફાગોત્સવની ઉજવણી કરી હતી અને હોળી પર્વની શરૂઆત થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. મહિલાઓના આ કાર્યક્ર્મને પ્રોત્સાહિત કરવા માટે દાહોદના ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ પણ હાજરી આપી અને મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી.

આ પણ વાંચો...

  1. દાહોદમાં આદિવાસી ભીલ સમાજની હોળી પર્વની અનોખી ઉજવણી, અસ્થિની થાય છે પૂજા-અર્ચના
  2. અમદાવાદમાં આ વર્ષે 101 સ્થળે વૈદિક હોળી દહન થશે, પાંજરાપોળમાં રાખેલા ઢોરથી AMC કેવી રીતે થશે કમાણી?