ETV Bharat / state

બનાસકાંઠા: ડીસાના આખોલમાં કોંગો ફીવરનો કેસ સામે આવતા ફફડાટ, આરોગ્ય વિભાગ દોડતું થયું

ડીસાના આખોલ ગામમાં શંકાસ્પદ કોંગો ફીવરનો કેસ સામે આવ્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં અલગ અલગ ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

ડીસાના આખોલમાં કોંગો ફીવરનો કેસ સામે આવતા ફફડાટ
ડીસાના આખોલમાં કોંગો ફીવરનો કેસ સામે આવતા ફફડાટ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 25, 2026 at 10:05 PM IST

1 Min Read
Choose ETV Bharat

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. ડીસાના આખોલ ગામમાં શંકાસ્પદ કોંગો ફીવરનો કેસ સામે આવ્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં અલગ અલગ ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

ડીસાના આખોલમાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ

ડીસા તાલુકાના આખોલ ગામમાં શંકાસ્પદ કોંગો ફીવરનો કેસ નોંધાયો છે. દર્દીને ડીસા પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પરિવારજનોએ જણાવ્યું કે દર્દીની તબિયત અત્યારે સ્થિર છે. આરોગ્ય વિભાગ દ્વારા દવાના સેમ્પલ લઇ પુણે ખાતે લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.

કોંગો ફીવરની જાણ થયા બાદ આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગની ટીમ આખોલ ગામમાં પહોંચી હતી અને સર્વે હાથ ધર્યો હતો. જોકે, અન્ય કોઇ વ્યક્તિમાં હાલમાં આ પ્રકારના કોઇ લક્ષણ જોવા મળ્યા નથી. જોકે, ચેપી ઇતરડીના ફેલાવાને અટકાવવા માટે જરૂરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

ડીસાના આખોલમાં કોંગો ફીવરનો કેસ સામે આવતા ફફડાટ (ETV Bharat Gujarat)

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બ્રિજેશ વ્યાસે જણાવ્યું હતું કે, ડીસાના અખોલ ગામમાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ આવ્યો છે. દર્દીને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત સ્થિર છે. તકેદારીના ભાગરૂપે આખોલ ગામમાં સર્વેલન્સ કરવામાં આવ્યું છે અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. હાલ કોંગો ફીવરના અન્ય કોઇ દર્દી જોવા મળ્યા નથી. આ રોગ પાલતુ પશુઓમાં ઇતરડીના કરડવાથી થાય છે અને જાનવરના અંદરથી મનુષ્યમાં ફેલાય છે.

કોંગો ફીવર કેવી રીતે ફેલાય છે?

આ રોગ પાલતુ પ્રાણીઓ (ગાય,ભેંસ,ઘેટાં-બકરાં) પર ચોટેલી ચેપી ઇતરડી કરડવાથી થાય છે.

આ પણ વાંચો: