ETV Bharat / state

તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસથી સંપૂર્ણ રાહત: ચાલુ વર્ષે હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી

એક સમય એવો હતો જ્યારે આ રોગે દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો અને અનેક લોકોના જીવ લીધા હતા.

તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસથી સંપૂર્ણ રાહત: ચાલુ વર્ષે હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી
તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસથી સંપૂર્ણ રાહત: ચાલુ વર્ષે હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 2, 2026 at 4:06 PM IST

2 Min Read
Choose ETV Bharat

તાપી: દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુ એટલે લેપ્ટોસ્પાઇરોસીસનો ભય. પરંતુ તાપી જિલ્લા માટે આ વખતે રાહતના સમાચાર છે. એક સમય એવો હતો જ્યારે આ રોગે દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો અને અનેક લોકોના જીવ લીધા હતા. પરંતુ હવે આરોગ્ય વિભાગની સતત જનજાગૃતિ, સઘન કામગીરી અને પ્રી-મોન્સૂન આયોજનના કારણે તાપી જિલ્લામાં ચાલુ વર્ષે હજુ સુધી લેપ્ટોસ્પાઇરોસીસનો એક પણ કેસ નોંધાયો નથી.

ખેડૂતો, પશુપાલકો અને વરસાદી પાણીમાં કામ કરતા શ્રમિકો માટે ચોમાસામાં લેપ્ટોસ્પાઇરોસીસનું જોખમ સૌથી વધુ રહે છે. ઉંદરના મૂત્રથી દૂષિત પાણી અથવા કાદવના સંપર્કમાં આવવાથી આ રોગ ફેલાય છે. સમયસર સારવાર ન મળે તો કિડની, લીવર અને ફેફસાં પર ગંભીર અસર થવાની સાથે દર્દીનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.

તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસથી સંપૂર્ણ રાહત (ETV Bharat Gujarat)

આ જીવલેણ રોગને નાથવા માટે તાપી જિલ્લા આરોગ્ય વિભાગે ચોમાસા પહેલાં જ પ્રી-મોન્સૂન એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. આશા વર્કરો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો અને આરોગ્ય ટીમો દ્વારા ગામે-ગામ જઈ લોકોને રોગના લક્ષણો, બચાવના ઉપાયો અને સમયસર સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે જ જોખમી વિસ્તારોમાં સતત સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે.

તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસથી સંપૂર્ણ રાહત
તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસથી સંપૂર્ણ રાહત (ETV Bharat Gujarat)

તાપી જિલ્લાની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને શંકાસ્પદ દર્દીઓની તાત્કાલિક તપાસ અને સારવાર માટે એલર્ટ કરવામાં આવી છે. જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. તાવ, શરીરમાં દુખાવો, આંખ લાલ થવી અથવા કમળા જેવા લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગ અપીલ કરી રહ્યું છે.

તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસથી સંપૂર્ણ રાહત
તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસથી સંપૂર્ણ રાહત (ETV Bharat Gujarat)
તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસથી સંપૂર્ણ રાહત
તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસથી સંપૂર્ણ રાહત (ETV Bharat Gujarat)

આરોગ્ય વિભાગની સક્રિય કામગીરીનું પરિણામ એ છે કે છેલ્લા પાંચ વર્ષથી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસના કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે અને ચાલુ વર્ષે હજુ સુધી એક પણ કેસ સામે આવ્યો નથી. જોકે ચોમાસું હજુ બાકી હોવાથી આરોગ્ય વિભાગ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવી રહ્યું છે.

તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસથી સંપૂર્ણ રાહત
તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસથી સંપૂર્ણ રાહત (ETV Bharat Gujarat)

આમ, આરોગ્ય વિભાગની સતર્કતા અને લોકોની સાવચેતીના કારણે તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસ પર અસરકારક નિયંત્રણ જોવા મળી રહ્યું છે. હવે જરૂર છે કે ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો પણ જરૂરી તકેદારી રાખે જેથી આ જીવલેણ રોગથી સુરક્ષિત રહી શકાય.

તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસથી સંપૂર્ણ રાહત
તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસથી સંપૂર્ણ રાહત (ETV Bharat Gujarat)

આ પણ વાંચો: