ETV Bharat / state

છેલ્લા બે અઠવાડિયામાં વધ્યા શરદી-ઉધરસના કેસ: ઠંડીમાં કઈ બાબતોનું રાખવું ધ્યાન જાણો

મોટાભાગના ઘરોમાં શરદી તાવના કેસો જોવા મળે છે.

છેલ્લા બે અઠવાડિયામાં વધ્યા શરદી-ઉધરસના કેસ: ઠંડીમાં કઈ બાબતોનું રાખવું ધ્યાન જાણો
છેલ્લા બે અઠવાડિયામાં વધ્યા શરદી-ઉધરસના કેસ: ઠંડીમાં કઈ બાબતોનું રાખવું ધ્યાન જાણો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 9, 2025 at 4:09 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર: ભાવનગર શહેરમાં વધેલી ઠંડીના પગલે ઘરે ઘરે શરદી ઉધરસ તાવના કેસો જોવા મળી રહ્યા છે. રાત્રે વધેલી ઠંડીના પગલે તાપમાનનો પારો પણ ગગડી ગયો છે. લોકો ઠંડીમાં વધુ શરદી અને કફનો ભોગ બની રહ્યા છે. વાયરસના પગલે સાવચેતી પણ જરૂરી બની જાય છે.

ભાવનગર શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનું જોર વધ્યું છે. ઠંડીના પગલે સીધી અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પડી છે. શરદી અને તાવના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ઠંડી વધવાની સાથે વાયરલ રોગોએ માથું ઊંચક્યું છે ત્યારે ઠંડીમાં સાવચેતી જરૂરી બની જાય છે.

ઠંડીનું જોર વધતા વાયરલ રોગ વધ્યા

ભાવનગર શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાત્રી દરમિયાન ઠંડીનું જોર વધી ગયું છે, જેને પગલે રાત્રી દરમિયાન ઠંડીને લોકોએ સહન કરવાનો સમય આવ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રી દરમિયાન ઠંડીને પગલે બહાર નીકળતા લોકો માટે સાવચેત રહેવું જરૂરી છે. ઠંડા પવનની સાથે વધેલી ઠંડીના પગલે વાયરલ રોગોમાં પણ વધારો થયો છે ત્યારે મોટાભાગના ઘરોમાં શરદી તાવના કેસો જોવા મળે છે.

અઠવાડિયામાં કેસ વધ્યા

ભાવનગર શહેરની વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગના રોગ નિયંત્રણ અધિકારી વિજય કાપડિયાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 11/11/2025 થી લઈને 25/11/2025 સુધીમાં શરદીના 605 જેટલા કેસો નોંધાયા હતા. જ્યારે 25/11/2025 થી લઈને 8/12/2025 સુધીમાં 636 જેટલા કેસ શરદીના નોંધાયા છે, જ્યારે તાવમાં જોવા જઈએ તો 11/11/2025 થી લઈને 25/11/2025 સુધીમાં 946 જેટલા કેસો નોંધાયા હતા. 25/11/2025 થી 8/12/2025 સુધીમાં 917 જેટલા કેસ નોંધાયા છે. આમ છેલ્લા બે અઠવાડીયાથી વાયરલ કેસોમાં ઠંડીની શરૂઆતથી કેસો વધતા જોવા મળી રહ્યા છે.

ઠંડીમાં શું ધ્યાન રાખવું?

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના 14 જેટલા આરોગ્ય કેન્દ્ર છે ત્યારે રોગ નિયંત્રણ અધિકારી વિજય કાપડિયા ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શરદી અને તાવ હોય ત્યારે ખાસ કરીને રાત્રિ દરમિયાન ઠંડીમાં બહાર જતા સમયે ગરમ કપડાં પહેરવા જોઈએ, આ સાથે ઉકાળેલું પાણી નિયમિત પીવું જોઈએ તેમજ ઠંડા પીણા પીવાનું પણ ટાળવું જોઈએ જેથી કરીને શરદી અને તાવમાં રાહત મેળવી શકાય છે.

આ પણ વાંચો: