ETV Bharat / state

યુરોપમાં નોકરીના બહાને જુનાગઢના 8 લોકો પાસેથી લાખો પડાવનાર સહ આરોપી ઝડપાયો, 1 વર્ષથી ફરાર હતો

2025માં જુનાગઢના આઠ લોકોને યુરોપના અલ્બેનિયા દેશમાં નોકરી અને વર્ક પરમિટ આપવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી.

યુરોપમાં નોકરીના બહાને જુનાગઢના 8 લોકો પાસેથી લાખો પડાવનાર સહ આરોપી ઝડપાયો
યુરોપમાં નોકરીના બહાને જુનાગઢના 8 લોકો પાસેથી લાખો પડાવનાર સહ આરોપી ઝડપાયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 22, 2026 at 10:20 PM IST

2 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: જુનાગઢ પોલીસને આજે છેતરપિંડી કરનાર અને પાછલા એક વર્ષથી ફરાર માંગરોળ તાલુકાના હંટરપુર ગામના જગદીશ મોઢવાડિયા ને પકડી પાડવામાં સફળતા મળી છે. 2025માં જુનાગઢના આઠ લોકોને યુરોપના અલ્બેનિયા દેશમાં નોકરી અને વર્ક પરમિટ આપવાની લાલચ આપીને લાખો રૂપિયાનો તોડ કરવાના કિસ્સામાં આરોપી જગદીશ મોઢવાડિયા સહ આરોપી હતો. સમગ્ર મામલામાં પોલીસ ચોપડે મુખ્ય ત્રણ આરોપી છે, જેને પકડી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

છેતરપિંડી કેસનો એક વર્ષની ફરાર આરોપી ઝડપાયો
જુનાગઢ પોલીસને આજે મોટી સફળતા મળી છે. આજથી એક વર્ષ પૂર્વે જુનાગઢના આઠ લોકોને યુરોપના અલ્બેનીયા દેશમાં વર્ક પરમિટ અને નોકરી આપવાના બહાને તમામ પાસેથી અંદાજિત 31 લાખ 10 હજાર કરતાં વધારે રકમ રોકડ અને બેંક એકાઉન્ટ મારફતે મેળવીને તમામ આઠ લોકોને નોકરી કે વર્ક પરમિટ ન અપાવીને છેતરપિંડી કરનાર, તેમજ પાછલા એક વર્ષથી પોલીસ ચોપડે ફરાર માંગરોળ તાલુકાના હંટરપુર ગામનો સહ આરોપી જગદીશ મોઢવાડિયાને આજે માંગરોળ તાલુકાના આત્રોલી ગામમાંથી જુનાગઢ રેન્જ આઈ.જી પોલીસે પકડી પાડીને તેની સામે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

જુનાગઢ રેન્જ આઈ.જી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વાય.બી રાણાએ આપેલી વિગતો અનુસાર, વર્ષ 2025માં ભારતીય ન્યાય સહિતાની કલમ 316/2 અને 318/4 અંતર્ગત સી ડિવિઝન પોલીસ મથકમાં જુનાગઢના ફરિયાદી ભુમિત ગોહિલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી તરીકે નિહાર જાની, મનોજ રાવલ અને કેશુભાઈ કેશવાલાના નામો લખાવવામાં આવ્યા હતા. આ તમામ ભેજાબાજો એ જૂનાગઢના આઠ લોકોને you v tour અને કેરિયર પ્લેસમેન્ટ કન્સલટન્ટ નામની સંસ્થા બનાવીને તેને વિદેશમાં નોકરી અને વર્ક પરમિટ આપવાની લાલચ આપીને મોટા રૂપિયાનો તોડ કરીને ફરાર થઈ ગયા હતા.

સમગ્ર મામલામાં રેન્જ આઈ.જી પોલીસે કાર્યવાહી કરી છે અને પોલીસ પકડમાં આવેલા સહ આરોપી જગદીશ મોઢવાડિયાને સી ડિવિઝન પોલીસને હવાલે કરીને સમગ્ર મામલામાં વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જગદીશ મોઢવાડિયા છેતરપિંડીનો કાંડ કરીને મોરેશિયસ જતો રહ્યો હતો. જેની વિગતો અને તેની અટકાયત કરવાનું પોલીસ માટે ખૂબ મુશ્કેલ હતું. ત્યારે જગદીશ મોઢવાડિયા મોરેશિયસથી માંગરોળ તાલુકાના આત્રોલી ગામે આવ્યો હોવાની વિગતો મળતા પોલીસે તેને પકડી પાડ્યો છે.

આ પણ વાંચો:

  1. 'ગ્રાહકો માટે હું મારી સંપત્તિ વેચી દઈશ...' સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ચર્ચામાં આવ્યો રામોજી રાવનો ઐતિહાસિક પત્ર
  2. ભાજપે GEN-Z' કમિટી બનાવી, વંદે માતરમ પર પ્રસ્તાવ પાસ