ETV Bharat / state

ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાની સ્થિતિને CMએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક, સંબંધીત અધિકારીઓને આપી સૂચના

CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

Etv Bharat
Etv Bharat (CMO Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 6, 2026 at 6:53 PM IST

1 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત આરોગ્ય વિભાગ તથા અન્ય સંબંધિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્તપણે હાથ ધરવામાં આવેલ દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાંઓ વધુ સઘન બનાવવા માટેના સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રીએ પાણીજન્ય રાગચાળો ફેલાતો અટકાવવાના સઘન ઉપાયરૂપે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના સેમ્પલ દરરોજ લઈ તેની યોગ્યતા અને ક્લોરિનેશનના રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણ વ્યવસ્થા થાય તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ ઉપરાંત, હાલ પાઈપલાઈન અંગેના જે કામો પ્રગતિમાં છે, તેની ફિલ્ડ વિઝિટ કરીને ગુણવત્તા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી તથા વોટર ટેસ્ટીંગનો વ્યાપ વધારવા અને લીકેજીસ તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાંઓ લેવા તાકીદ કરી હતી.

  1. ગાંધીનગરમાં પાણીજન્ય ટાઇફોઇડની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહની નજર, તંત્રને આપ્યા યુદ્ધના ધોરણે કામગીરીના આદેશ
  2. 2026ના પ્રારંભે ગુજરાતના ગૌરવમાં વધારો, ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની કરાશે સ્થાપના