ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026: વિવિધ ઉદ્યોગ-રોકાણકારો સાથે CMએ કરી વન ટુ વન બેઠક
રાજ્યમાં મેમરી મોડ્યુલ ફેસેલિટી, પાવરચિપ ઉત્પાદન, સેમિકન્ડક્ટર માટે R&D સેન્ટર અને સ્પેશિયાલિટી કેમિકલ ફેસેલિટી શરૂ કરવા સહિતની ચર્ચા-પરામર્શ કર્યા.

Published : March 2, 2026 at 7:36 AM IST
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026’નો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. હાઇ-ટેક ચિપ નિર્માતાઓ અને સ્થાનિક ઉદ્યોગ વચ્ચે વ્યૂહાત્મક સહયોગને પ્રોત્સાહન આપવા "ગુજરાત – ઈન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન" થીમ સાથે રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના ઉપક્રમે આ દ્વિદિવસીય કોન્ફરન્સ યોજાઈ છે.
આ કોન્ફરન્સમાં સહભાગી થવા આવેલા વિવિધ ઉદ્યોગ અગ્રણીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યોજાયેલી વન ટુ વન બેઠકમાં તેમણે સેમિકોન સેક્ટરમાં R&D સેન્ટર, મેમરી મોડ્યુલ ફેસેલિટી, પાવરચિપ ઉત્પાદન અને સ્પેશિયાલિટી કેમિકલ ફેસેલિટીઝ શરૂ કરવા માટેના ફળદાયી ચર્ચા-પરામર્શ કર્યા હતા.
As a part of Gujarat SemiConnect Conference 2026 in Gandhinagar, held productive one-to-one meetings with leading global industry representatives to further strengthen Gujarat’s semiconductor ecosystem.
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 1, 2026
Met with Mr. Maulik Mehta, MD of Deepak Nitrite; Mr. Dato Seri Lee Hung… pic.twitter.com/brh1DUwqjA
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ધોલેરા અને સાણંદ સહિત સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટેની સુદ્રઢ ઇકોસિસ્ટમ અને રાજ્યના સરકારના પ્રોએક્ટિવ અભિગમની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીને દીપક નાઈટ્રેટના એમડી મેઘવ મહેતા, મલેશિયા સ્થિત હોતાયી ઈલેક્ટ્રોનિકના ચેરમેન દાતો શેરી લી હંગ લૂંગ, સુચિ-ROHM સેમિકોનના એમડી મોકોટો તેરાડા અને સ્થાપક રી અશોક મહેતા, હોરિબા ઇન્ડિયાના રાજીવ ગૌતમ તથા એપ્લાઈડ મટિરિયલના સીઓઓ રાધિકા વિશ્વનાથન આ વન ટુ વન બેઠક અંતર્ગત મળ્યા હતાં.
મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને સાયન્સ ટેકનોલૉજી સચિવ શ્રીમતિ પી. ભારતી પણ આ વન ટુ વન બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.

