ETV Bharat / state

ચોટીલામાં દબાણકર્તાઓએ 40 ફૂટનો રસ્તો 20 ફૂટનો કરી નાખ્યો, બુલડોઝરથી 105 કરોડની જમીન ખુલ્લી કરાઈ

દબાણ કરનારા દ્વારા રસ્તા ઉપર 20 ફૂટ જેટલો રસ્તો દબાણ કરી અને રસ્તો સાંકડો કરી નાખવામાં આવ્યો હતો.

ગેરકાયદેસર દબાણ પર ચાલ્યું બુલડોઝર
ગેરકાયદેસર દબાણ પર ચાલ્યું બુલડોઝર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 10, 2026 at 8:51 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરેન્દ્રનગર : જિલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના મંદિર નજીક યાત્રાળુને આવન જવન માટે 40 ફૂટનો પહોળો રસ્તો મૂકવામાં આવ્યો છે, પરંતુ દબાણ કરનારા દ્વારા રસ્તા ઉપર 20 ફૂટ જેટલો રસ્તો દબાણ કરી અને રસ્તો સાંકડો કરી નાખવામાં આવ્યો હતો.

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 450 જેટલી દુકાનદારોને દબાણો સ્વૈચ્છિક રીતે હટાવી લેવા જણાવવામાં આવ્યું હતું, તેમ છતાં પણ દબાણો હટાવવામાં ન આવતા અંતે તેના ઉપર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે અને દબાણ હટાવવામાં આવ્યું હતું.

ગેરકાયદેસર દબાણ પર ચાલ્યું બુલડોઝર (ETV Bharat Gujarat)

આમ પવિત્ર યાત્રાધામ ચામુંડા માતાજીના મંદિર ખાતે 105 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી છે, ખાસ કરીને મંદિર ફરતે ગેરકાયદેસર દુકાનો અને પ્રાઈવેટ ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યા હતા. નાખવામાં આવી હતી. જેના કારણે રસ્તો સાંકડો થઈ જતો હતો અને યાત્રાળુઓને પણ આ હાલાકીનો સામનો કરવો પડતો હતો. ચોટીલા પ્રાંત અધિકારીએ નિર્ણય કરી અને બુલડોઝર ફેરવી નાખ્યું છે અને દબાણ તોડી પાડવામાં આવ્યું છે.

ગેરકાયદેસર દબાણ પર ચાલ્યું બુલડોઝર
ગેરકાયદેસર દબાણ પર ચાલ્યું બુલડોઝર (ETV Bharat Gujarat)

વર્ષોથી આ રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા, ત્યારે દબાણ કરનારની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાના પાળિયાદની સરકારી જમીન અને ચોટીલાની સરકારી જમીન પર મફતિયા પરા તરફ જવાના રસ્તાની જમણી બાજુએ આવેલા નવગ્રહ મંદિર કંપાઉન્ડમાં ત્રણ માલનું બિલ્ડીંગ કે જે પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ કરવામાં આવતું હતું તે પણ તોડી પાડવામાં આવ્યું છે. આશરે 17 એકર જેટલી જમીન છે, તે ખુલ્લી કરી અને 105 કરોડ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરી અને દબાણો તોડી પાડવામાં આવતા દબાણ કરતા હોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ગેરકાયદેસર દબાણ પર ચાલ્યું બુલડોઝર
ગેરકાયદેસર દબાણ પર ચાલ્યું બુલડોઝર (ETV Bharat Gujarat)

ટ્રાફિક સમસ્યા ન થાય અને યાત્રાળુઓ વ્યવસ્થિત રીતે મંદિર સુધી પહોંચી શકે તે આશ્રય સાથે આ કામગીરી કરવામાં આવી છે. આગામી દિવસોમાં મંદિર તરફ જતા તમામ માર્ગોને વિકાસ પથ અને સુવિધા પથ તરીકે વિકસાવા અંગેનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. સરકારી જમીનની જાળવણી કરવા અર્થે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને દબાણ કરતાં સામે કાર્યવાહી કરવાના આદેશ પણ પ્રાંત અધિકારી આપ્યા છે.

ગેરકાયદેસર દબાણ પર ચાલ્યું બુલડોઝર
ગેરકાયદેસર દબાણ પર ચાલ્યું બુલડોઝર (ETV Bharat Gujarat)

નાની પાળીયાદ ગામના જૂની ગ્રામ પંચાયતમાં દુકાનો બનાવી અને ઉપયોગમાં લેવામાં આવતી હતી તેના પર પણ બૂલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે. નાની પાળિયાદ ગામમાં જૂની ગ્રામ પંચાયત આવેલી હતી, તેનું જૂનું બિલ્ડીંગ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરના મુખ્ય માર્ગ ઉપર આવેલું હતું, ત્યારે નવી ગ્રામ પંચાયત બનતા તેને ત્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું, પરંતુ તેની જૂની બિલ્ડીંગમાં ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી અને તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, તેથી તે પણ હાલ પાડી દેવામાં આવ્યું છે. દબાણ કરનાર વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો...

  1. ભાવનગરના નવપરાની જમીનમાં તંત્રએ હટાવ્યું દબાણ, પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત
  2. ભાવનગરમાં દબાણ હટાવવાની મોટી કાર્યવાહી, મનપાની ટીમે પોલીસ કાફલા સાથે ચલાવ્યું બુલડોઝર