ETV Bharat / state

છોટાઉદેપુરના આદિવાસી સમુદાયમાં અનોખી સામાજિક વ્યવસ્થા 'હુંડેલ', જાણો તેનું મહત્વ

આદિવાસી સમુદાયમાં સદીઓથી 'હુંડેલ' નામની સામાજિક વ્યવસ્થા આજે પણ સચવાયેલી જોવા મળી રહી છે.

આદિવાસી સમુદાયમાં અનોખી સામાજિક વ્યવસ્થા 'હુંડેલ'
આદિવાસી સમુદાયમાં અનોખી સામાજિક વ્યવસ્થા 'હુંડેલ' (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 2, 2026 at 5:44 PM IST

2 Min Read
Choose ETV Bharat

છોટાઉદેપુર : આજના આધુનિક યુગમાં શ્રમના બદલામાં મહેનતાણું મેળવવાની દરેકને અપેક્ષા હોય છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વસતાં આદિવાસી સમુદાયમાં સદીઓથી 'હુંડેલ' નામની સામાજિક વ્યવસ્થા આજે પણ સચવાયેલી જોવા મળી રહી છે.

હુંડેલ એટલે શું?

વર્ષો પહેલાં આધુનિક મશીનરીનો અભાવ હતો, અને મકાન બનાવવું, ઇંટોની ભઠ્ઠીઓ સળગાવવી, ખેતી કામ, હોળીમાં પાપડ બનાવવા જેવા કઠિન કાર્યો માનવ શ્રમ દ્વારા કરવામાં આવતાં હતાં, ત્યારે ગ્રામ્ય વિસ્તારો ગામનાં દરેક પરિવારમાંથી એક વ્યક્તિ "હુંડેલ" (લાહ) નામની સામાજિક વ્યવસ્થામાં જોડાતા અને મહેનતાણું લીધાં વગર એક બીજાની મદદ કરવાની ભાવનાથી જોડાઈને ક્ઠીન કાર્યો પાર પાડવામાં આવતા તેને 'હુંડેલ' નામની સામાજિક વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે.

અનોખી સામાજિક વ્યવસ્થા 'હુંડેલ' (ETV Bharat Gujarat)

મજૂરી ખર્ચ બચાવવા હુંડેલ આજે પણ યથાવત

ગ્રામ્ય વિસ્તારમાં કઠિન કામમાં એકતા અને સહભાગીદારી થકી એક બીજાને મદદ કરવા પ્રત્યેક પરિવારમાંથી એક વ્યક્તિ કામ કરવા આવે છે, એક ઘરનું કામ પતાવ્યા બાદ બીજા, ત્રીજા આમ આખા ગામના લોકોના ક્ઠીન કાર્યો પૂર્ણ કરવામાં આવે છે, જેનું મહેનતાણું આપવામાં આવતું નથી, જેથી મજૂરી ખર્ચ થતો નથી.

અનોખી સામાજિક વ્યવસ્થા 'હુંડેલ'
અનોખી સામાજિક વ્યવસ્થા 'હુંડેલ' (ETV Bharat Gujarat)

હુંડેલ પૂર્ણ થયા બાદ, ઉજાણી ઉજવવામાં આવે છે

કઠિન કાર્ય જે ઘરમાં પૂર્ણ થાય તે ઘર માલિકને કામ કરવા આવેલ લોકોને જમવા માટેની વ્યવસ્થા કરવાની હોય છે. જેમાં અડદના ઢેબરા જેવા પકવાન બનાવી ઉજાણી કરવામાં આવે છે.

"હુંડેલ નામની સામાજિક વ્યવસ્થા દ્વારા અમારા ગામમાં ખેતી કામ, એક બીજાનું મકાન બનાવવાનું કામ તો પાર પાડીએ છીએ પણ હાલ હોળીના એક અઠવાડિયા પહેલાથી પટેલના ઘરે પાપડ બનાવવાની શરૂઆત કરી અને એક અઠવાડિયાથી વારા ફરતી એક બીજાના ઘરે પાપડ બનાવવામાં આવે છે. પાપડના લોટને કૂટવા ખાસ્સી એવી મહેનત હોવાના કારણે પુરુષો લોટને કૂટી આપે છે અને મહિલાઓ પાપડ વણે છે. આમ હુંડેલ નામની સામાજિક વ્યવસ્થાથી અમારા ગામમાં ભાઈચારો અને એકતા જળવાયેલી છે." - વાલસિંગ રાઠવા, ડેપ્યુટી સરપંચ, વાંટડા

હુંડેલ નામની સામાજિક વ્યવસ્થાથી એકતા અને ભાઈચારો જળવાઈ રહે

આદિવાસી બહુલ ધરાવતાં છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજમાં સુખ અને દુઃખના દરેક પ્રસંગમાં ગામલોકોની સહાનુભૂતિ જળવાયેલી હોય છે. મરણ પ્રસંગમાં સ્મશાનમાં લાકડાંની વ્યવસ્થા પણ સહભાગીદારી થકી એકઠા કરવામાં આવે છે, તો લગ્ન પ્રસંગમાં પણ ગામના લોકો એક બીજાની મદદ કરી પાર પાડવામાં આવે છે. જેને લઈને એક બીજા પ્રત્યે પ્રેમ ભાવ અને સહાનુભૂતિ ની હુંફ મળી રહે છે.

અનોખી સામાજિક વ્યવસ્થા 'હુંડેલ'
અનોખી સામાજિક વ્યવસ્થા 'હુંડેલ' (ETV Bharat Gujarat)
અનોખી સામાજિક વ્યવસ્થા 'હુંડેલ'
અનોખી સામાજિક વ્યવસ્થા 'હુંડેલ' (ETV Bharat Gujarat)

હોળી પૂર્વે પાપડ બનાવવા હુંડેલ કરવામાં આવે છે.

આજના સમયમાં બજારમાં અનેક કંપનીના પાપડ ઉપલબ્ધ છે, તેમ છતાં હોળી માતાને હાથ બનાવટના પાંચ પાપડ અર્પણ કરવાના રિવાજને લઈ હોળીના એક સપ્તાહ પૂર્વે થી ગામના આગેવાનના ઘરે ગામની મહિલાઓ એકઠી થઈ પાપડ બનાવવાનું કામ શરૂ કરે છે, અને એકબીજાના ઘરે મહિલાઓ જઈને પાપડ બનાવે છે, જેને હુંડેલ કહેવામાં આવે છે.

આ પણ વાંચો...

  1. કરોડપતિ દીદી: ગામડાની ગૃહિણીએ પાપડ-વેફરના ગૃહ ઉદ્યોગથી બનાવી આંતરરાષ્ટ્રીય ઓળખ
  2. મઠીયા-પાપડનું હબ ગણતાં ઉત્તરસંડામાં દિવાળીના પગલે કરોડોની કમાણી