ફાગણી પૂનમના મેળાને લઇ ડાકોરમાં દર્શનના સમયમાં ફેરફાર, આ સમયે ભક્તો દર્શન નહીં કરી શકે
હોળી પૂનમના મેળાને લઇ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવા સાથે ફેરફાર કરવામાં આવ્યો છે

Published : February 25, 2026 at 1:57 PM IST
ડાકોર: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો યોજાનાર છે. હોળી પૂનમના મેળાને લઇ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવા સાથે ફેરફાર કરવામાં આવ્યો છે. 3 માર્ચના રોજ ફાગણી પૂનમે વહેલી સવારે 2 વાગ્યે મંગળા આરતી થશે. પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 2 વાગ્યે દર્શન બંધ થઇ જશે. જે બાદ ભક્તો દર્શન નહીં કરી શકે.
ડાકોર ખાતે 1 થી 3 માર્ચ દરમિયાન ફાગણી પૂનમનો મેળો યોજાનાર છે જેમાં રણછોડરાયજી મંદિરે ભાવિકોનો વિશાળ મહેરામણ ઉમટે છે. મેળામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને યાત્રીઓની સગવડ જળવાય તેમજ શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે જીલ્લા વહીવટી અને પોલીસ તંત્ર તેમજ ડાકોર ટેમ્પલ કમીટી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ત્રિદિવસીય મેળા દરમિયાન વિશાળ સંખ્યામાં પહોંચતા દર્શનાર્થીઓની સગવડ માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે પ્રમાણે દર્શનનો સમય નીચે મુજબ રહેશે.
ફાગણ સુદ 14 ( હોળી પૂજન) તા.02/03/2026 સોમવારના રોજ દર્શનનો સમય
4-45 વાગે નિજ મંદિર ખુલશે
5-00 વાગે મંગળા આરતી થશે
5-00 થી 7-30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે
7-30 થી 8-00 વાગ્યા સુધી શ્રી ઠાકોરજી બાલભોગ, શૃંગાર ભોગ,ગોવાળ ભોગ ત્રણેય ભોગ આરોગવા બિરાજશે. દર્શન બંધ રહેશે.
8 -00 વાગે શણગાર આરતી થશે
8-00 થી 1-30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે
1-30 થી 2-00 સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે.દર્શન બંધ રહેશે.
2-00 વાગે રાજભોગ આરતી થશે.
2-00 થી 5-30 સુધી દર્શન ખુલ્લા રહેશે.
5-30 થી 6-00 સુધી દર્શન બંધ રહેશે.(શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે.)
6-00 વાગે ઉત્થાપન આરતી થશે.
6-00 થી 8-00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
8-00 થી 8-15 વાગ્યા સુધી શ્રી રણછોડરાયજી શયનભોગ આરોગવા બિરાજશે.દર્શન બંધ રહેશે.
8-15 વાગે શયનભોગ આરતી થશે.
8-15 થી ખુલી નિત્યક્રમાનુસાર સેવા થઈ સખડી ભોગ આરોગી અનુકૂળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે.

ફાગણ સુદ 15 (દોલોત્સવ) તા.03/03/2026 મંગળવારના રોજ દર્શનનો સમય
1-45 વાગે નિજ મંદિર ખુલશે
2-00 વાગે મંગળા આરતી થશે
2-00 થી 3-30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
3-30 થી 4-00 વાગ્યા સુધી શ્રી ઠાકોરજી બાલભોગ,શૃંગાર ભોગ,ગોવાળ ભોગ ત્રણેય ભોગ બંધ બારણે આરોગવા બિરાજશે.દર્શન બંધ રહેશે.
4-00 વાગે શણગાર આરતી થશે
4-00 થી 6-00 વાગ્યા સુધી શ્રી ગોપાલલાલજી મહારાજ ફૂલડોળમાં બિરાજશે.ફૂલડોળના દર્શન થશે.
6-00 થી 7-00 વાગ્યા સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે.દર્શન બંધ રહેશે.
7-00 વાગે રાજભોગ આરતી થશે.
7-00 થી 8-00 સુધી દર્શન ખુલ્લા રહેશે.
8-00 થી 8-15 સુધી દર્શન બંધ રહેશે.(શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે.)
8-15 વાગે નિજ મંદિર ખુલી
8-15 વાગે ઉત્થાપન આરતી થશે.
8-15 થી 9-30 સુધી દર્શન ખુલ્લા રહેશે.
9-30 થી 10-00 સુધી શ્રી ઠાકોરજી શયનભોગ-સખડી ભોગ આરોગવા માટે બિરાજશે. તે સમય દરમિયાન દર્શન બંધ રહેશે.
10-00 વાગે દર્શન ખુલી 2-00 વાગે શ્રી ઠાકોરજી પોઢી જશે.દર્શનાર્થીઓનો મંદિર પ્રવેશ બંધ રહેશે.
નોંધ :- ફાગણ સુદ પુનમ તા.03 /03/2026 મંગળવારના રોજ ચંદ્રગ્રહણ હોવાથી અને મંદિરમાં પાળવાનું હોવાથી બપોરે 2-00 વાગે મંદિર બંધ થઈ જશે.
આ પણ વાંચો:

